પટના: ભારતીય વહીવટી સેવાના (IAS) અધિકારી સંજીવ હંસ અને પૂર્વ ધારાસભ્ય ગુલાબ યાદવની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મની લોન્ડરિંગ કેસમાં EDની ટીમે સંજીવ હંસની પટના સ્થિત તેમના નિવાસસ્થાનથી ધરપકડ કરી છે, જ્યારે ગુલાબ યાદવની દિલ્હીના એક રિસોર્ટમાંથી ધરપકડ કરવામાં આવી છે. હંસ 1997 બેચના IAS અધિકારી છે.
ED અનુસાર સંજીવ હંસે પંજાબના મોહાલી અને કસૌલીમાં કરોડોની બેનામી સંપત્તિ ખરીદી છે. EDએ કરોડોની સંપત્તિ હસ્તગત કરવાના કેસમાં ધરપકડ કરી છે. સંજીવ હંસ સાથે ગુલાબ યાદવની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ દિલ્હીમાં તેમના નજીકના સહયોગી રહ્યાં છે.
બિહાર સ્પેશિયલ વિજિલન્સ યુનિટ (SVU) સાથે ED દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર આ કેસ 14 સપ્ટેમ્બરે નોંધવામાં આવ્યો હતો. SVU અધિકારીઓની એક ટીમ કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા આપવામાં આવેલી માહિતીની તપાસ કરી રહી છે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, એફઆઈઆરમાં હંસ, યાદવ અને તેમના પરિવારના સભ્યો સહિત લગભગ 14 લોકોને આરોપી બનાવવામાં આવ્યાં છે અને તેમની પૂછપરછ માટે તેમની કસ્ટડીની માંગ કરવામાં આવશે. તેમની સામે EDના દરોડા બાદ ઓગસ્ટમાં હંસની રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગમાં બદલી કરવામાં આવી હતી.
અગાઉ એજન્સીએ બિહાર કેડરના આઈએએસ અધિકારી સંજીવ હંસ અને પૂર્વ આરજેડી ધારાસભ્ય ગુલાબ યાદવ વિરુદ્ધ મની લોન્ડરિંગ તપાસ દરમિયાન બિહાર, દિલ્હી અને પૂણેમાં પણ અનેક સ્થળોએ દરોડા પાડ્યાં હતા. સંજીવ હંસ લાંબા સમયથી વિવાદો સાથે સંકળાયેલા છે. તાજેતરમાં જ વરિષ્ઠ IAS અધિકારી સંજીવ હંસ પર પણ બળાત્કારનો આરોપ લાગ્યો છે. સંજીવ હંસ સાથે એક મહિલાએ પૂર્વ આરજેડી ધારાસભ્ય ગુલાબ યાદવ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો.
કોણ છે ગુલાબ યાદવ ?
મધુબની ઝાંઝરપુર સીટના પૂર્વ ધારાસભ્ય ગુલાબ યાદવ અગાઉ રાષ્ટ્રીય જનતા દળ (RJD)માં હતા. તાજેતરમાં યોજાયેલી 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન તેમને આરજેડી તરફથી ટિકિટ મળી ન હતી. ઝંઝારપુર બેઠક ગઠબંધનમાં સામેલ વિકાસશીલ ઇન્સાન પાર્ટી (વીઆઈપી)ને ગઈ હતી. આવી સ્થિતિમાં ગુલાબ યાદવે બસપાની ટિકિટ પર ચૂંટણી લડી હતી. તેઓ ચૂંટણી જંગમાં સફળતા મેળવી શક્યા ન હતા. ગુલાબ યાદવને રાજકારણમાં મજબૂત ખેલાડી માનવામાં આવે છે. જ્યારે તેમની પત્ની અંબિકા ગુલાબ યાદવને સમર્થન મળ્યું ન હતું, ત્યારે તેઓ સ્થાનિક સંસ્થા વિસ્તારમાંથી એમએલસી તરીકે ચૂંટાયા હતા. અંબિકા યાદવે ભાજપના ઉમેદવારને હરાવ્યા હતા. આ સિવાય ગુલાબ યાદવ જિલ્લા પરિષદના પ્રમુખ છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526