+

રાજકોટ પત્રિકા કાંડમાં પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીનું નામ આવ્યું સામે- Gujarat Post

રાજકોટઃ લોકસભા ચૂંટણીમાં આ વખતે રાજકોટ બેઠક પર અમરેલીના બે બળીયાનો જંગ છે. કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી લેઉવા પાટીદાર છે, જ્યારે ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા કડવા પાટીદાર છે. આ વખતે લેઉઆ પટેલ સમાજ

રાજકોટઃ લોકસભા ચૂંટણીમાં આ વખતે રાજકોટ બેઠક પર અમરેલીના બે બળીયાનો જંગ છે. કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી લેઉવા પાટીદાર છે, જ્યારે ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા કડવા પાટીદાર છે. આ વખતે લેઉઆ પટેલ સમાજને ટિકીટમાં અન્યાયના મુદ્દે 'જાગો લેઉઆ પટેલ જાગો 'એવા શિર્ષક સાથેની એક પત્રિકા વહેંતી થયા બાદ ભાજપે પોલીસ ફરિયાદ કરી હતી, જેમાં ચાર પાટીદાર યુવાનોની અટકાયત કરાઇ છે.

પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં રાજકોટના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીનું નામ ખૂલ્યું છે. પોલીસ દ્વારા શરદ ધાનાણીની પૂછપરછ થઈ શકે છે. આજે લોકસાભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનના પ્રચારનો અંતિમ દિવસ છે. જેમાં રાજકોટ કોંગ્રેસની રેલીમાં પરેશ ધાનાણી આવ્યાં ન હતા. અન્ય રૂટમાં હોવાને કારણે પરેશ ધાનાણી ન આવ્યાં હોવાની શહેર કોંગ્રેસના પ્રમુખે વાત કરી હતી, શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલ રાજાણીએ કહ્યું, ભાજપ અને પોલીસ પાટીદાર યુવાનોને ફીટ કરી દેવા માંગે છે. શરદ ધાનાણીનો આમાં કોઈ રોલ નથી. ભાજપના ઈશારે પોલીસ કાવતરા કરી રહી હોવાની શહેર કોંગ્રેસના પ્રમુખે વાત કરી હતી.

જોવું રહ્યું તે પાટીદારોમાં ભાગલા પાગલા પાડતી આ પત્રિકાકાંડમાં પોલીસ શું કાર્યવાહી કરી છે અને આ પત્રિકાનો માસ્ટર માઇન્ડ કોણ છે ??

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter