ગાંધીનગરઃ આઇએએસ અધિકારી પંકજ જોશી રાજ્યના નવા ચીફ સેક્રેટરી બન્યાં છે. તેઓ ચીફ સેક્રેટરી પદનો ચાર્જ 31મી જાન્યુઆરીએ સંભાળશે. પંકજ જોષી અગાઉ મ્યુનિસિપલ કમિશનર, સેક્રેટરી, પ્રિન્સિપાલ સેક્રેટરી સહિતના અનેક મહત્વના હોદ્દાઓ પર રહી ચુક્યાં છે. હાલના ચીફ સેક્રેટરી (CS) રાજ કુમાર જાન્યુઆરીના અંતમાં નિવૃત થઇ રહ્યાં છે, પંકજ જોષી હાલમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં એડિશનલ ચીફ સેક્રેટરી પદે કાર્યરત છે.
પંકજ જોષી વર્ષ 1989માં ભારતીય વહીવટી સેવામાં જોડાયા હતા. ગુજરાતમાં તેમણે લગભગ 20 વર્ષ સુધી જમીન મહેસૂલ, સામાન્ય વહીવટ, શહેરી વિકાસ અને શિક્ષણમાં મહત્વના હોદ્દાઓ પર કામ કરી ચુક્યાં છે.
IAS અધિકારી પંકજ જોષીએ સિવિલ એન્જિનિયરિંગમાં બી.ટેક.ની પદવી મેળવી છે. IIT નવી દિલ્હીમાં એમ.ટેક. અને સંરક્ષણ તથા વ્યૂહાત્મક અભ્યાસમાં એમ.ફીલ સાથે કર્યું છે અને તેઓ હવે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં અતિ મહત્વના હોદ્દા પર કામ કરશે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++