(ફાઇલ ફોટો)
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી રહી છે, એક તરફ પાકિસ્તાન સતત ભારતીય સરહદ પર ડ્રોન હુમલા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, સામે ભારતીય સેના યોગ્ય જવાબ આપી રહી છે, હવે પાકિસ્તાન બીજા મોરચે પણ ફસાઈ ગયું છે. બલુચિસ્તાનમાં બલુચ લિબરેશન આર્મી (BLA) એ પાકિસ્તાની સેના સામેની કાર્યવાહી વધુ તીવ્ર બનાવી દીધી છે.
બલૂચ લિબરેશન આર્મીના પ્રવક્તા ઝિયાંદ બલોચ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર BLA એ બલૂચિસ્તાનમાં 39 અલગ અલગ સ્થળોએ હુમલા કર્યાં છે. ઓપરેશન હજુ પણ ચાલુ છે, આ ઓપરેશન દરમિયાન મુખ્ય રાજમાર્ગોને અને પાકિસ્તાની પોલીસ સ્ટેશનોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે, BLA કહ્યું કે પાકિસ્તાની સેના અને તેમના હથિયારો કબ્જે કરવામાં આવી રહ્યાં છે. અમે પાકિસ્તાની પોલીસ ચોકીઓ, મુખ્ય રાજમાર્ગો, સૈન્ય મથકો, પાકિસ્તાની સૈન્યના શસ્ત્રો અને તેમના કાફલાઓને નિશાન બનાવ્યાં છે.
એક તરફ પાકિસ્તાની સેના ભારતનો સામનો કરવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહી છે અને બીજી તરફ તેને બલૂચ લિબરેશન આર્મીના હાથે પોતાના જ દેશમાં હારનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં બલૂચ લિબરેશન આર્મી (BLA) એ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં અનેક ઘાતક હુમલાઓ કર્યા છે, જેમાં પાકિસ્તાની સેનાને ભારે નુકસાન થયું છે.
7 મેના રોજ, BLA એ બોલપુરના મચ-કચ્છી જિલ્લામાં સેનાના કાફલા પર રિમોટ-કંટ્રોલ્ડ IED હુમલો કર્યો હતો, જેમાં 12 સૈનિકો માર્યા ગયાનો દાવો કરવામાં આવ્યો છે, જેમાં સ્પેશિયલ ઓપરેશન કમાન્ડર તારિક ઇમરાન અને સુબેદાર ઉમર ફારૂકનો સમાવેશ થતો હતો. કેચના કુલાગ ટિગ્રાન વિસ્તારમાં સેનાના બોમ્બ ડિસ્પોઝલ યુનિટ પર થયેલા હુમલામાં બે સૈનિકો અને એક બોમ્બ નિષ્ણાત માર્યા ગયા હતા. BLA એ આ હુમલાઓને પાકિસ્તાની સેનાની દમનકારી નીતિઓ સામે બદલો ગણાવ્યો હતો.
8 મેના રોજ BLA એ ક્વેટામાં પણ છ હુમલા કર્યા, જેમાં લશ્કરી ઠેકાણાઓ અને સુરક્ષા ચોકીઓને નિશાન બનાવવામાં આવી હતી. આ હુમલાઓમાં ઘણા સૈનિકોના જાનહાનિ થયાના અહેવાલ છે. BLA એ દાવો કર્યો હતો કે આ કાર્યવાહી બલૂચ લોકો પર થઈ રહેલા અત્યાચારનો બદલો હતો.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++