+

1971ની જેમ પાકિસ્તાનના બે ટુકડા થવા જઈ રહ્યાં છે ! જાણો શા માટે પૂર્વ PM ઈમરાન ખાને વ્યક્ત કર્યો આ ડર

ઈસ્લામાબાદ: પાકિસ્તાન બરબાદીના આરે ઉભું છે. પાકિસ્તાનની હાલત 1971 જેવી થવા જઈ રહી છે, જ્યારે ભારતે તેને બે ટુકડામાં વહેંચી દીધું હતું. મતલબ કે ફરી એકવાર પાકિસ્તાનના બે ટુકડા થઈ શકે છે. આ આશંકા પાકિસ્ત

ઈસ્લામાબાદ: પાકિસ્તાન બરબાદીના આરે ઉભું છે. પાકિસ્તાનની હાલત 1971 જેવી થવા જઈ રહી છે, જ્યારે ભારતે તેને બે ટુકડામાં વહેંચી દીધું હતું. મતલબ કે ફરી એકવાર પાકિસ્તાનના બે ટુકડા થઈ શકે છે. આ આશંકા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને વ્યક્ત કરી છે. પાકિસ્તાને દેશમાં તાજેતરના રાજકીય વિકાસ અને 1971ની ઢાકાના સંજોગો વચ્ચે સરખામણી કરી અને ચેતવણી આપી કે રોકડની તંગીવાળા દેશમાં વર્તમાન પરિસ્થિતિ આર્થિક પતન તરફ દોરી શકે છે.

અખબાર 'ડૉન' એ એક અહેવાલ આપ્યો છે કે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) ના સ્થાપક અધ્યક્ષ ખાને રાવલપિંડીની અદિયાલા જેલમાંથી એક સંદેશમાં વર્તમાન સરકારને યાદ અપાવ્યું હતું કે દેશ અને સંસ્થાઓ સ્થિર અર્થતંત્ર વિના ટકી શકતા નથી. પીટીઆઈના કેન્દ્રીય માહિતી સચિવ રઉફ હસને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મીડિયાને ખાનનો સંદેશ આપ્યો હતો. પક્ષની કાનૂની ટીમ બુધવારે જેલમાં 71 વર્ષીય નેતાને મળી હતી.મીડિયાને જણાવ્યું કે ઇમરાન ખાન તેમના નિશ્ચય પર મક્કમ દેખાય છે અને દેશ તથા લોકો માટે ચિંતિત છે.

ઈમરાને કહ્યું કે પાકિસ્તાન પોતાની જૂની ભૂલનું પુનરાવર્તન કરી રહ્યું છે 

1970માં આર્મી ચીફ યાહ્યાં ખાન ત્રિશંકુ સંસદ ઇચ્છતા હતા પરંતુ જ્યારે શેખ મુજીબુર રહેમાનની પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી, ત્યારે સેનાએ છેતરપિંડી કરીને પેટાચૂંટણીઓ કરાવી, જેમાં અવામી લીગની 80 બેઠકો છીનવાઈ ગઇ હતી, કારણ કે યાહ્યા ખાન રાષ્ટ્રપતિ બનવા માંગતા હતા. ખાને પોતાના સંદેશમાં કહ્યું, હું હમુદુર રહેમાન કમિશનના રિપોર્ટને યાદ કરાવવા માંગુ છું કે અમે ફરીથી એ જ ભૂલોનું પુનરાવર્તન કરવા જઈ રહ્યાં છીએ જે અમે ભૂતકાળમાં કરી હતી.

1970માં લંડન પ્લાન હતો અને આજે ફરીથી 'લંડન પ્લાન' દ્વારા સરકાર બનાવી દેવાઇ છે. ખાન અને તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) સતત કહે છે કે 8 ફેબ્રુઆરીની સામાન્ય ચૂંટણીના પરિણામો ખોટા છે. પાકિસ્તાન સેનાએ સત્તા મેળવવા પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ને ટેકો આપ્યો છે અને આ લોકો દેશની દુર્દશા કરવા જઇ રહ્યાં છે. ત્યારે ઇમરાનના આ નિવેદનોની ભારત સહિત દુનિયાના દેશોમાં ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

facebook twitter