(ફાઇલ ફોટો)
પહેલગામ હુમલા પછી, ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી છે
ભારત વૈશ્વિક કક્ષાએ પાકિસ્તાનને ખુલ્લું પાડી રહ્યું છે
કોલંબોઃ જમ્મુ- કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સુરક્ષા એજન્સીઓ ખૂબ જ સતર્ક છે અને શંકાસ્પદ આતંકવાદીઓને પકડવા માટે દરેક શક્ય પ્રયાસો કરી રહી છે. પહેલગામ આતંકવાદી હુમલામાં સંડોવાયેલા 6 શંકાસ્પદો ચેન્નાઈથી વિમાન દ્વારા શ્રીલંકા પહોંચ્યાં હોવાની શંકા છે, આ માહિતી મળ્યાં બાદ બપોરે કોલંબો એરપોર્ટ પર એક સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. શ્રીલંકન એરલાઇન્સની ફ્લાઇટ UL122 માં પણ તપાસ કરાઇ હતી.
પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે ભારતીય અધિકારીઓએ શ્રીલંકાને જાણ કરી હતી કે 6 શંકાસ્પદ લોકો વિમાનમાં સવાર હતા. તેમણે કહ્યું કે શંકાસ્પદ લોકો શ્રીલંકન એરલાઇન્સની ફ્લાઇટ દ્વારા કોલંબો પહોંચે તેવી શક્યતા છે. સ્થાનિક અહેવાલો મુજબ શ્રીલંકા પોલીસ, શ્રીલંકા વાયુસેના અને એરપોર્ટ સુરક્ષા એકમોએ સંયુક્ત રીતે શોધખોળ હાથ ધરી હતી. જોકે, તેમને કોઈ શંકાસ્પદ વ્યક્તિ મળી નથી.
પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ભારતે પાકિસ્તાન સામે ઘણા કડક પગલાં લીધાં છે. ભારતે પાકિસ્તાનના વિઝા રદ કર્યા છે. એરસ્પેસ બંધ કરી દેવામાં આવ્યું છે. આમ, ભારતે વિશ્વભરમાં 'આતંકવાદી ફેક્ટરી' તરીકે ઓળખાતા પાકિસ્તાન પર કડક ઘેરાબંધી શરૂ કરી દીધી છે.
ભારતના જળમાર્ગ મંત્રાલયે પાકિસ્તાની ધ્વજવાળા જહાજોને ભારતીય બંદરોમાં પ્રવેશવા પર પ્રતિબંધ મુકી દીધો છે. હજુ પણ ભારત પાકિસ્તાન સામે કડક પગલા ભરવાની તૈયારીઓ કરી રહ્યું છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++