રાજકોટઃ ગતરાત્રિના ગોંડલ રોડ પર કોરાટ ચોક નજીક ટ્રક ચાલકે બે ટુ-વ્હીલરને અડફેટે લેતા સાસુ-વહુના મોત નીપજ્યાં છે, જ્યારે પિતા અને પુત્ર ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડાયા છે. જનોઈ પ્રસંગમાં હાજરી આપીને તેઓ પરત ફરી રહ્યાં હતા. ત્યારે આ અકસ્માત થયો હતો.
રાજકોટમાં જનોઈ પ્રસંગમાં હાજરી આપીને પરત ફરી રહેલા પરિવારને એક ટ્રક ચાલકે અડફેટે લેતા સાસુ અને વહુના મોત થયા છે. જ્યારે પિતા અને પુત્ર ગંભીર રીતે ઘાયલ થતા નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. ટ્રકચાલકે બે ટુ-વ્હીલરને ટક્કર મારી હતી.
મૃતકોમાં જ્યોતિબેન મનોજભાઇ બાવનિયા અને જાન્હવી બેનનો સમાવેશ થાય છે. અકસ્માત સર્જીને નાસી છૂટેલા ટ્રકચાલકની પોલીસે અટકાયત કરી છે. આ અકસ્માતમાં સાસુ-વહુના મોતથી પરિવાર આઘાતમાં છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/