+

ધોરણ- 12 નું પરિણામઃ વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા, સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ- Gujarat Post

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું પરિણામ જાહેર થયું હતું. સવારે 10.30 વાગ્યે ધોરણ 12 અને ગુજકેટનું પરિણામ જાહેર થયું હતું. આ વર્ષે સામાન્ય પ્રવાહના કુલ 4,23,909 અને સાયન્સમ

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું પરિણામ જાહેર થયું હતું. સવારે 10.30 વાગ્યે ધોરણ 12 અને ગુજકેટનું પરિણામ જાહેર થયું હતું. આ વર્ષે સામાન્ય પ્રવાહના કુલ 4,23,909 અને સાયન્સમાં 1,11,384 વિદ્યાર્થી નોંધાયા હતા.ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર થયુ છે. વિજ્ઞાન પ્રવાહનું ગત વર્ષ કરતા 1.0 ટકા વધુ જ્યારે સામાન્ય પ્રવાહનું ગત વર્ષ કરતા 1.14 ટકા પરિણામ વધુ જાહેર થયું છે.

ધો.12 સામાન્ય પ્રવાહમાં 2 હજાર 5 શાળાનું 100 ટકા પરિણામ
ધો.12 સામાન્ય પ્રવાહમાં 6 કેંદ્રોનું 100 ટકા પરિણામ
ધો.12 સામાન્ય પ્રવાહમાં ખાવડા કેંદ્રનું સૌથી ઓછું 52.56 ટકા પરિણામ
ધો.12 સામાન્ય પ્રવાહમાં સપ્રેડા, વાંગધ્રા કેન્દ્રનું 100 ટકા પરિણામ
ધો.12 સામાન્ય પ્રવાહમાં ચંદ્રાલા, છાલા, લીમ્બોદ્રા કેન્દ્રનું 100 ટકા પરિણામ
 
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 93.7 ટકા આવ્યું
ધોરણ 12 સાયન્સ પ્રવાહનું પરિણામ 83.51 ટકા પરિણામ
ધો.12 વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં મોરબી જિલ્લો અગ્રેસર
ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લાનું 92.91 ટકા પરિણામ
ધો.12 સામાન્ય પ્રવાહના પરિણામમાં બનાસકાંઠા જિલ્લો અગ્રેસર
ધો.12 સામાન્ય પ્રવાહમાં બનાસકાંઠા જિલ્લાનું 97.20 ટકા પરિણામ
ધો.12 સામાન્ય પ્રવાહમાં સૌથી ઓછું પરિણામ વડોદરા જિલ્લાનું
ધો.12 સામાન્ય પ્રવાહમાં સૌથી ઓછું વડોદરા જિલ્લાનું 87 ટકા પરિણામ
 
ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા
ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લો અગ્રેસર
ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લાનું 92.91 ટકા પરિણામ
ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું
ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં દાહોદ જિલ્લાનું સૌથી ઓછું 59 ટકા પરિણામ

રવિવારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાયેલી ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ, GUJCET-2025 અને સંસ્કૃત મધ્યમાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર 5/5/2025ના રોજ સવારના 10:30 કલાકે જાહેર કરવામાં આવશે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter