દુષ્કર્મના આરોપ બાદ અમિત ખૂંટે પોતાની વાડીમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો
પોલીસને સ્યૂસાઈટ નોટ પણ મળી
રાજકોટઃ સાવરકુંડલાની સગીરાને રાજકોટમાં જ્યુસમાં કેફી પીણું પીવડાવી બેભાન કરીને તેના પર દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી હતી, જેમાં મોડલિંગ સાથે જોડાયેલી સગીરાએ રીબડાના અમિત ખૂંટ સામે દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ યુવકે દુષ્કર્મના આરોપથી આઘાતમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. હવે અમિત ખૂંટની સ્યૂસાઈડ નોટ સામે આવી છે. જેમાં અનિરુદ્ધસિંહ રીબડા અને રાજદીપસિંહ રીબડાના નામનો ઉલ્લેખ હોવાની ચર્ચા છે.
મૃતક અમિત ખૂંટની સ્યૂસાઈડ નોટ મુજબ, હું અનુભા, રાજદીપ અને એક યુવતીના ત્રાસથી અને દબાણથી આત્મહત્યા કરુ છું. બીજી તરફ રીબડાના સ્થાનિક અગ્રણીએ પણ અનિરુદ્ધસિંહ જાડેજા પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે, અમિત ખૂંટને આપઘાત કરવા માટે અનિરુદ્ધસિંહ જાડેજાએ મજબૂર કર્યો હતો.
સાવરકુંડલાની 17 વર્ષની સગીરા આરોપ લગાવ્યો હતો કે, છેલ્લા બે મહિનાથી તે રાજકોટની એક હોટેલમાં રહેતી હતી અને મોડલિંગ કરતી હતી. આ સમય દરમિયાન તેણે રીબડા ગામના અમિત દામજી ખૂંટ નામના પટેલ યુવાન સાથે પરિચય થયો હતો. અને બન્ને અવાર-નવાર મળતા હતા. ત્યારે યુવાને સગીરાને જ્યુસમાં બેભાન કરવાની દવા પીવડાવીને દુષ્કર્મ આચર્યું હતું.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/