ભારત સેમિકન્ડકટરના ઉત્પાદનમાં વૈશ્વિક શક્તિ બને તે દિવસો દૂર નથીઃ પીએમ મોદી-Gujarat Post

12:16 PM Mar 13, 2024 | gujaratpost

(Photo: ANI)

આજે એક ઐતિહાસિક દિવસ છે, આજે આપણે ઈતિહાસ રચી રહ્યાં છીએ અને ઉજ્જવળ ભવિષ્ય તરફ એક મોટું અને મજબૂત પગલું ભરી રહ્યાં છીએઃ મોદી

21મી સદી ટેક્નોલોજી આધારિત છે અને ઈલેક્ટ્રોનિક ચિપ્સ વગર તેની કલ્પના કરી શકાતી નથીઃ પીએમ મોદી

મેડ ઈન ઈન્ડિયા ચિપ, ભારતમાં ડિઝાઇન કરાયેલ ચિપ, ભારતને આત્મનિર્ભરતા અને આધુનિકતા તરફ લઈ જશેઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 'ઇન્ડિયાઝ ટેકડ: ચિપ્સ ફોર ડેવલપ્ડ ઇન્ડિયા'માં ભાગ લીધો. આ દરમિયાન તેઓએ લગભગ 1.25 લાખ કરોડ રૂપિયાના ત્રણ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો.આ એકમો સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં હજારો યુવાનોને રોજગાર આપશે અને ઇલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ્યુનિકેશન વગેરે જેવા સંબંધિત ક્ષેત્રોમાં રોજગાર સર્જનને પણ પ્રોત્સાહન આપશે.આ પ્રસંગે વડાપ્રધાન દેશભરના યુવાનોને પણ સંબોધન કર્યું.

પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું, એક તરફ આપણે દેશમાં ઝડપથી ગરીબી ઘટાડીએ છીએ, બીજી તરફ ભારતમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ બનાવી રહ્યાં છીએ અને દેશને આત્મનિર્ભર બનાવી રહ્યાં છીએ. અત્યાર સુધીમાં માત્ર 2024માં જ 12 લાખ કરોડ રૂપિયાથી વધુની યોજનાઓનું ઉદ્ઘઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે. ચિપ મેન્યુફેક્ચરિંગ માત્ર એક ઉદ્યોગ નથી, તે વિકાસના દરવાજા ખોલે છે, આ ક્ષેત્ર ભારતમાં રોજગારીની નવી તકો ઉભી કરશે એટલું જ નહીં, પરંતુ ટેક્નોલોજીકલ એડવાન્સમેન્ટના ક્ષેત્રમાં પણ ઘણી પ્રગતિ થવા જઈ રહી છે.

તેમણે કહ્યું, વિવિધ કારણોને લીધે, ભારત પ્રથમ અને બીજી ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન પાછળ રહી ગયું હતું. જો કે, ભારત આત્મવિશ્વાસ સાથે ઇન્ડસ્ટ્રી 4.0 માં અગ્રેસર છે. બે વર્ષ પહેલા અમે સેમી-કન્ડક્ટર મિશન માટેની પહેલની જાહેરાત કરી હતી. ભારત આ માટે પ્રતિબદ્ધ છે. વિશ્વના માત્ર કેટલાક દેશો સેમિકન્ડક્ટર્સનું ઉત્પાદન કરી રહ્યાં છે, ભારત આ (સેમિકન્ડક્ટર)માં પણ વૈશ્વિક શક્તિ બને તે દિવસ દૂર નથી.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post