વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન દ્વારકાધીશના કર્યાં દર્શન, સુદર્શન સેતુનું કર્યુ લોકાર્પણ- Gujarat Post

11:50 AM Feb 25, 2024 | gujaratpost

દ્વારકાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેટ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યાં હતા, અને દેશ- દુનિયાના ઉત્થાન માટે દ્વારકાધીશને પ્રાર્થના કરી હતી. શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે મોદીએ પૂજા અર્ચના કરી હતી અને તેમને દ્વારકાધીશને થાળ ધરાવ્યો હતો. બેટ દ્વારકામાં ધ્વજા માથે લઈ પરિક્રમા કરીને પૂજન કર્યું હતું. જે બાદ નરેન્દ્ર મોદી સુદર્શન બ્રિજ પહોંચ્યાં હતા અને બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું અને બ્રિજનું લોકાર્પણ કર્યુ હતું.

બ્રિજ પર રાત્રિ દરમિયાન ડેકોરેટીવ લાઇટીંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જે બ્રિજની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહી છે. યાત્રિકો માટે ભગવદ્ ગીતાના શ્લોકો અને કોતરણી પણ કરાઇ છે. આ બ્રિજ શરૂ થતા હવે બેટ દ્વારકા જવાનું સરળ બન્યું છે, વર્ષમાં લાખો શ્રદ્ધાળુઓ ભગવાન દ્વારકાધીશના દર્શને આવતા હોય છે. ત્યારે આ બ્રિજને કારણે અહીં સુવિધાઓ વધી છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post