+

રૂપાલાનો વિવાદ શાંત કરવા પીએમ મોદી રાજકોટમાં કરી શકે છે સભા, ક્ષત્રિય સમાજ તૂટી રહ્યો છે- Gujarat Post

(file photo) શ્રી ગુજરાત રાજપૂત ક્ષત્રિય સંગઠને ભાજપને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો રૂપાલાનો ગુજરાતમાં સૌથી મોટી લીડથી વિજય થાય તેવી માં ભવાનીને પ્રાર્થના કરી અમદાવાદઃ રાજકોટ લોકસભા સીટ પરથી ભાજપ

(file photo)

શ્રી ગુજરાત રાજપૂત ક્ષત્રિય સંગઠને ભાજપને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો

રૂપાલાનો ગુજરાતમાં સૌથી મોટી લીડથી વિજય થાય તેવી માં ભવાનીને પ્રાર્થના કરી

અમદાવાદઃ રાજકોટ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલી ટિપ્પણીનો વિવાદ શમી રહ્યો નથી. બીજી તરફ ક્ષત્રિયોમાં પણ બે ફાંટા પડવા લાગ્યાં છે. અમુક ક્ષત્રિય સંગઠનો રૂપાલા અને ભાજપનું સમર્થન પણ કરી રહ્યાં છે. ક્ષત્રિય સમાજના વિરોધ વંટોળ વચ્ચે પીએમ મોદી ગુજરાતમાં બધું વ્યવસ્થિત કરવા રાજકોટમાં જાહેર સભાને સંબોધન કરશે. તેમનો પ્લાન રાજ્યના ચાર ઝોનમાં જાહેર સભાઓ અને રેલીઓઓ કરવાનો છે.

સૂત્રોના જણાવ્યાં મુજબ, મોદી રાજકોટમાં જાહેર સભા કરી શકે છે. તેઓ ઉમેદવારી ફોર્મ ભરવાના આખરી દિવસે 19મીએ ગુજરાત આવી શકે છે. તેમની આ મુલાકાતમાં સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત જેવા ઝોનને આવરી લેતી છ જાહેર સભાઓ કરશે.

મોદી ગુજરાતમાં જાહેર સભાઓ અને રોડ-શો કરશે. એક દિવસમાં બે સભાઓનું આયોજન અત્યારે વિચારવામાં આવ્યું છે. જો કે તેમનો સત્તાવાર કાર્યક્રમ હજુ સુધી તૈયાર થયો નથી. મોદીના ગુજરાતમાં ચૂંટણી પ્રચારથી રૂપાલા સામેનો ક્ષત્રિય સમાજનો વિવાદ શાંત થવાની ધારણા છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

facebook twitter