અમેરિકામાં PM મોદીએ હાવભાવ દ્વારા ચીનને ભણાવ્યો પાઠ અને QUAD નો હેતુ જણાવ્યો

12:40 PM Sep 22, 2024 | gujaratpost

PM Modi in QUAD: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્વાડ સમિટના મંચ પરથી ચીનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે આ વ્યૂહાત્મક જૂથ તેની વિરુદ્ધ નથી. ચીન ઘણી વખત ક્વાડ પર સવાલ ઉઠાવતું રહ્યું છે. પીએમ મોદીએ ક્વાડ પ્લેટફોર્મ પર કહ્યું કે અમે કોઈની વિરુદ્ધ નથી. ચીન માટે આ એક મોટો સંદેશ છે, કારણ કે ઘણી વખત બેઇજિંગ કહે છે કે ક્વાડ દેશો તેની વિરુદ્ધ ઉભા છે અને તણાવ પેદા કરી રહ્યાં છે. આ સિવાય ચીન ક્વાડ સ્ટ્રેટેજિક ગ્રુપ પર પણ અનેક સવાલો ઉઠાવી રહ્યું છે. વડાપ્રધાન મોદીએ ચીનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે આ સમૂહના દેશો તેની વિરુદ્ધ નથી.

PM મોદીએ QUAD નો મૂળ ઉદ્દેશ જણાવ્યો

એશિયા પેસિફિક ક્ષેત્રમાં ભારતના વધતા કદથી ચીન બેચેન છે. અમેરિકા પહોંચેલા પીએમ મોદીએ ચીન જેવા દેશોને ક્વાડનો મૂળ ઉદ્દેશ શું છે તે કહેવાનો પ્રયાસ કર્યો હતો. આ જૂથ સ્વાસ્થ્ય, સુરક્ષા, જળવાયુ પરિવર્તન અને ક્ષમતા નિર્માણ જેવા મુદ્દાઓ પર આગળ વધી રહ્યું છે, જેના પર વડાપ્રધાન મોદીએ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

અમેરિકાએ ભારતના દાવાને સમર્થન આપ્યું હતું

વડાપ્રધાન મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન વચ્ચેની દ્વિપક્ષીય મંત્રણામાંથી એક વાત સામે આવી છે કે બાઇડેને ભારતના દાવાને સમર્થન આપ્યું છે કે UNSCમાં સુધારો થવો જોઈએ. ભારત કહેતું રહ્યું છે કે વર્તમાન વૈશ્વિક સંજોગોને જોતાં આ જૂથમાં પરિવર્તનની જરૂર છે. ભારત સંયુક્ત રાષ્ટ્રનું કાયમી સભ્ય હોવું જોઈએ. આ વર્તમાન સમયની માંગ છે.

ચીન QUAD પર આ આરોપો લગાવી રહ્યું છે

ચીને તાજેતરમાં અમેરિકા અને ભારત સહિત ક્વાડ્રીલેટરલ સિક્યુરિટી ક્વાડ ગ્રુપ ધરાવતા દેશો પર એશિયા પેસિફિક ક્ષેત્રના અન્ય દેશોના  તણાવ પેદા કરવાનો અને ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને જ્યારે ક્વાડ દેશોના વિદેશ પ્રધાનોના સંયુક્ત નિવેદન પર તેમની પ્રતિક્રિયા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ક્વાડનો ઉપયોગ અન્ય દેશોના વિકાસને રોકવા માટે તણાવ પેદા કરી રહ્યાં છે. લિને કહ્યું કે આ એશિયા-પેસિફિકમાં શાંતિ અને વિકાસ અને સ્થિરતાના વૈશ્વિક વલણની વિરુદ્ધ છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526