વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારકામાં કર્યું સ્કૂબા ડાઈવ, પૌરાણિક નગરીના અવશેષો પણ નીહાળ્યાં- Gujarat Post

01:50 PM Feb 25, 2024 | gujaratpost

અગાઉ મોદીએ લક્ષદ્રીપમાં કર્યું હતુ સ્કૂબા ડાઇવ

દ્વારકાઃ પીએમ મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. તેમને બેટ દ્વારકામાં સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું છે. મોદીએ જગત મંદિર દ્વારકામાં દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝૂકાવ્યું હતું અને શંકારચાર્યના આશીર્વાદ લીધા હતા. જે બાદ પીએમ મોદીએ પંચ કૂબી વિસ્તારમાં સ્કૂબા ડાઇવ કરીને દરિયામાં ડૂબેલી દ્વારકા નગરીના પૌરાણિક અવશેષો નિહાળ્યાં હતા.વડાપ્રધાન મોદી માટે અલગથી ટેન્ટ પણ તૈયાર કરાયો છે. સુદામા બ્રિજ નજીક આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

દ્વારકાની મુલાકાત બાદ પીએમ મોદી રાજકોટ જશે. જ્યાં તેમનો રોડ શો છે અને કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની જનતાને ભેટ આપશે. નોંધનિય છે કે દ્વારકા વૈશ્વિક કક્ષાએ પ્રસિદ્ધ છે અને વર્ષે લાખો ભક્તો અહીં ભગવાન દ્રારકાધીશના દર્શને આવતા હોય છે અને હવે અહીં સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે. જેને કારણે શ્રદ્ધાળુઓની ભીડ પણ અહીં વધશે.

 

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post