+

વડોદરા, ભૂજ અને અમદાવાદ બાદ ગાંધીનગરમાં વડાપ્રધાન મોદીનો રોડ શો - Gujarat Post

રાજભવનથી મહાત્મા મંદિર સુધી ચાર કેટેગરીમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો ઓપરેશન સિંદૂરના બેનર અને તિરંગા સાથે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં ગાંધીનગરઃ ઓપરેશન સિંદૂરની સફળતા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ

રાજભવનથી મહાત્મા મંદિર સુધી ચાર કેટેગરીમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

ઓપરેશન સિંદૂરના બેનર અને તિરંગા સાથે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં

ગાંધીનગરઃ ઓપરેશન સિંદૂરની સફળતા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાત આવ્યાં છે. ગઈકાલે વડોદરા, ભૂજ, અમદાવાદમાં રોડ શો કર્યો હતો. આજે તેમણે પાટનગર ગાંધીનગરમાં રોડ શો કર્યો હતો. વડાપ્રધાનને આવકારવા માટે ગાંધીનગરના લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતા.

ગાંધીનગર રાજભવનથી સેન્ટ્રલ વિસ્ટા થઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર જવા રવાના થયા હતા.. સેન્ટ્રલ વિસ્ટાના આ રૂટને  તિરંગાની થીમ પર સજાવટ કરવામાં આવ્યો હતો. અહીં તિરંગા કલરમાં મંડપ બાંધવામાં આવ્યો હતો. તિરંગા આધારિત કલર કોડ પણ રાખવામાં આવ્યા હતા. રોડ શોને લઈને સેન્ટ્રલ વિસ્ટાનો માર્ગ આજે બંધ રહેશે તથા મહાત્મા મંદિર, સેન્ટ્રલ વિસ્ટા. રાજભવન જતા તમામ માર્ગોને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. તો આ તમામ વિસ્તારને નો ડ્રોન પણ જાહેર કરાયો છે.

વડાપ્રધાન પાટનગરમાં મહાત્મા મંદિર ખાતે વિશેષ કાર્યક્રમમાં હાજરી આપશે. તેઓ વિવિધ વિભાગોના ₹5,536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા.

 

 

 

facebook twitter