+

અમદાવાદ-ગાંધીનગરમાં સવારથી વાદળછાયું વાતાવરણ, વલસાડ, ભરૂચમાં મોડી રાત્રે ખાબક્યો વરસાદ - Gujarat Post

અમદાવાદઃ ગાંધીનગર અને અમદાવાદમાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ છે. હાલમાં લોકોને ભારે ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે. આજે આકાશમાં વાદળો ગોરંભાતા વરસાદ પડે તે શક્યતા છે. લોકો પણ ગરમીથી રાહત મેળવવા માટે વરસ

અમદાવાદઃ ગાંધીનગર અને અમદાવાદમાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ છે. હાલમાં લોકોને ભારે ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે. આજે આકાશમાં વાદળો ગોરંભાતા વરસાદ પડે તે શક્યતા છે. લોકો પણ ગરમીથી રાહત મેળવવા માટે વરસાદ પડે તેવી આશા રાખી રહ્યાં છે.મોડી રાત્રે વલસાડ, તાપી, છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં મિની વાવાઝોડાની અસર સાથે વરસાદ ખાબક્યો હતો. છોટા ઉદેપુરથી અલીરાજપુર નેશનલ હાઇવે 56 ઉપર અંબાલા ખાતે રસ્તા વચ્ચે ઝાડ પડતાં એક કિલોમીટર જેટલો ટ્રાફિકજામ સર્જાયો હતો.

હવામાન વિભાગે 1 જૂન સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી હતી. આજે 27 મેના રોજ મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ અને પવન સાથે છુટાછવાયા સ્થળે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહી સાથે 40થી 50ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. 28 અને 29 મેએ બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરના અલગ-અલગ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં અને સૌરાષ્ટ્ર-કચ્છમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં વરસાદને લઈને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.

facebook twitter