Gujarat Post Fact Check News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરની ગુજરાત મુલાકાત દરમિયાન દ્વારકા અને બેટ દ્વારકાને જોડતાં સુદર્શન સેતુનું ઉદ્ઘઘાટન કર્યું હતું, આ પુલને સામાન્ય લોકોને સમર્પિત કર્યો હતો. દરમિયાન વડાપ્રધાન મોદીએ સુદર્શન સેતુની પદયાત્રા કરી હતી. સુદર્શન સેતુ સંબંધિત પીએમ મોદીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મોદી સમુદ્ર તરફ હાથ લહેરાવતા જોવા મળી રહ્યાં છે. વીડિયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે જ્યાં કોઈ વ્યક્તિ હાજર ન હતો ત્યાં મોદી પોતાની ટેવ મુજબ હાથ હલાવી રહ્યાં છે.
Gujarat Post Fact Check News: વીડિયો શેર કરતી વખતે યુઝર્સ પૂછી રહ્યાં છે કે મોદીજી કોનું અભિવાદન સ્વીકારી રહ્યાં છે. યુઝર્સનો દાવો છે કે પીએમ મોદી દરિયાને જોઈને હાથ હલાવી રહ્યાં છે. પરંતુ અમારા ફેક્ટ ચેકમાં જાણવા મળ્યું કે આ દાવો ખોટો છે.વાયરલ વીડિયો પીએમ 25 ફેબ્રુઆરીએ ઓખા મેઇનલેન્ડ અને બેટ દ્વારકા ટાપુને જોડતા 'સુદર્શન સેતુ'નું ઉદ્ઘઘાટન કર્યું હતું ત્યારનો છે. પરંતુ મોદી અહીં દરિયાને હાથ જોડીને નમન કરી રહ્યાં હતા.
Gujarat Post Fact Check News: ફેસબુક પર વીડિયો શેર કરતી વખતે, દિલ્હી AAP ધારાસભ્ય રોહિત મહેરૌલિયાએ લખ્યું, 'દિવસના પ્રકાશમાં, કોઈ કેમેરાની સામે સમુદ્રની શુભેચ્છાઓ સ્વીકારી રહ્યું છે.' પરંતુ અમારા ફેક્ટ ચેકમાં જાણવા મળ્યું છે કે વાયરલ વીડિયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસીય ગુજરાત મુલાકાતનો છે. પરંતુ તેમને અહીં કોઇ અભિવાનદ કર્યું નથી, આ વીડિયો એડિટેડ છે.
મોદીએ રૂ. 52,250 કરોડથી વધુના વિકાસ યોજનાઓનું ઉદ્ઘઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. 25 જાન્યુઆરી, 2024ના રોજ ગુજરાતના ઓખા મેઈનલેન્ડ અને બેટ દ્વારકા ટાપુને જોડતા લગભગ 980 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ 'સુદર્શન સેતુ'નું ઉદ્ઘઘાટન કર્યું હતું. તે લગભગ 2.32 કિલોમીટર લાંબો દેશનો સૌથી લાંબો કેબલ-સ્ટેડ બ્રિજ છે.
આ વીડિયો એડિટ કરેલો છે અને તેને ખોટી રીતે સોશિયલ મીડિયા પર વાઇરલ કરવામાં આવી રહ્યો છે, મોદીના વિરોધીઓ તેને વાઇરલ કરી રહ્યાં છે. ત્યારે કોઇએ આવા ખોટા વીડિયો પોસ્ટ કે વાઇરલ કરવા જોઇએ નહીં.
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો