+

બેફામ ઓવૈસી...એક મસ્જિદ ગુમાવી છે, હવે અમે બીજી મસ્જિદ ગુમાવીશું નહીં, શું આ તમારા બાપની સંપત્તિ છે?

અયોધ્યામાં રામમંદિર બનતા નારાજ છે ઘણા લોકો હવે આપી રહ્યાં છે બેફામ નિવેદનો હૈદરાબાદઃ સાંસદ અને AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ ધમકી આપતા કહ્યું કે અમે એક મસ્જિદ ગુમાવી છે પરંતુ હવે બીજી મસ્જિદ ગુમાવી

અયોધ્યામાં રામમંદિર બનતા નારાજ છે ઘણા લોકો

હવે આપી રહ્યાં છે બેફામ નિવેદનો

હૈદરાબાદઃ સાંસદ અને AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ ધમકી આપતા કહ્યું કે અમે એક મસ્જિદ ગુમાવી છે પરંતુ હવે બીજી મસ્જિદ ગુમાવીશું નહીં. શું આ તમારા બાપની સંપત્તિ છે ? સોમવારે તેમને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્વિટર (X) હેન્ડલ દ્વારા ટ્વીટ કરીને આ વાત કહી હતી. 1 મિનીટ 31 સેકન્ડના આ વીડિયોને શેર કરતી વખતે ઓવૈસીએ કેપ્શનમાં લખ્યું - શું મસ્જિદ તમારા બાપની સંપત્તિ છે ? અમે એક મસ્જિદ ગુમાવી છે પરંતુ હવે અમે બીજી મસ્જિદ ગુમાવીશું નહીં. ઇન્સાહઅલ્લાહ

અસદુદ્દીન ઓવૈસીએ ભાજપ પર જોરદાર પ્રહારો કર્યાં હતા, તેમણે પોતાના ટ્વિટમાં કહ્યું કે તમે તમારા ઘરનો સોદો કરો પરંતુ મસ્જિદ અલ્લાહનું ઘર છે અને તેના પર કોઈ ડીલ થઈ શકે નહીં.

અસુદ્દીન ઓવૈસીએ આસામમાં મુસ્લિમ મેરેજ એક્ટ નાબૂદ કરવા પર સવાલ ઉઠાવ્યાં અને કહ્યું કે આ ધર્મ વિરુદ્ધનું પગલું છે. આસામની ભાજપ સરકારે મુસ્લિમ મેરેજ એક્ટ નાબૂદ કરી દીધો છે. પહેલા લગ્નની નોંધણી 'કાઝી' અથવા મેરેજ રજિસ્ટ્રાર દ્વારા થતી હતી અને લોકો લગ્નનું પ્રમાણપત્ર મેળવતા હતા, હવે તેઓએ તેને દૂર કરી દીધું છે. સ્પેશિયલ મેરેજ એક્ટમાં 'નિકાહ' માટે કોઈ જોગવાઈ નથી, જે મુસ્લિમોનો ધાર્મિક અધિકાર છે.

જેને UCC નો અર્થ નથી ખબર તે...

અસદુદ્દીન ઓવૈસીએ સમાન નાગરિક સંહિતા અંગે પણ સવાલો ઉઠાવ્યાં અને કહ્યું કે ભાજપ અને આરએસએસ એવા લોકોને તૈયાર કરી રહ્યાં છે જેઓ શરિયત જાણતા નથી, તેઓ (ભાજપ) અમારી પાસેથી શરિયત છીનવી લેવા માંગે છે. આસામના સીએમ હિમંતા બિસ્વા સરમા પર નિશાન સાધતા, ઓવૈસીએ કહ્યું, તેઓ તેલંગાણા અને હૈદરાબાદની મુલાકાતે છે પરંતુ તેમણે પહેલા પોતાના રાજ્યની સ્થિતિ સુધારવી જોઈએ. જે લોકો UCC લાગુ કરવાની વાત કરે છે, તેમને તેનું પૂરૂ નામ પણ ખબર નથી. દરેક રાજ્ય પોતાનો કાયદો લાવી રહ્યું છે તો યુસીસીની શું જરૂર છે ?

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

facebook twitter