અમદાવાદમાં દોઢ ઈંચ વરસાદ, રાજ્યના 181 તાલુકાઓમાં મેઘમહેર- Gujarat Post

06:07 PM Jul 27, 2025 | gujaratpost

અમદાવાદ: શહેરમાં મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે. વહેલી સવારે છ વાગ્યા સુધીમાં શહેરમાં સરેરાશ દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. શહેરના ઈન્ડિયા કોલોની, ઓઢવ, જોધપુર, સેટેલાઈટ, શિવરંજની, વસ્ત્રાપુર, નિકોલ, રામોલ, ગોમતીપુર, રખિયાલ, મણીનગર, લાલ દરવાજા, ગીતામંદિર, વાડજ, ઇન્કમટેક્સ, ઉસ્માનપુરા સહિતના વિસ્તારમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

ગુજરાતમાં ચોમાસાએ ફરી જમાવટ કરી છે. આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં રાજ્યમાં 181 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠાના વડગામમાં સૌથી વધુ 7.52 ઈંચ વરસાદ પડ્યો હતો. મોડાસામાં 6.22 ઈંચ, તલોદમાં 5.31 ઈંચ, સિદ્ધપુરમાં 5.16 ઈંચ, કપરાડામાં 4.94 ઈંચ, દહેગામમાં 4.80 ઈંચ, કઠલાલમાં 4.17 ઈંચ વરસાદ નોંધાયો હતો.

મહેસાણામાં 3.98 ઈંચ, લુણાવાડામાં 3.90 ઈંચ, ધરમપુરમાં 3.78 ઈંચ, પ્રાંતીજમાં 3.66 ઈંચ, કડાણામાં 3.58 ઈંચ, ડીસામાં 3.58 ઈંચ, ધનસુરામાં 3.50 ઈંચ, સલતાસણમાં 3.31 ઈંચ, બાલાસિનોરમાં 3.31 ઈંચ, વિરુપરમાં 3.27 ઈંચ, બાયડમાં 3.19 ઈંચ, દાંતીવાડામાં 3.07 ઈંચ, ફતેપુરમાં 3.03 ઈંચ વરસાદ વરસ્યો હતો.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++