ન્યૂયોર્કઃ સોમવારે સાંજે ન્યૂયોર્ક શહેરના મેનહટન વિસ્તારમાં એક ગોળીબારની ઘટના બની હતી, જેમાં ન્યૂયોર્ક પોલીસ અધિકારી સહિત 5 લોકોનાં મોત થયા હતા. આ હુમલામાં ઘણા લોકો ઘાયલ થયા હતા. આ ઘટના 44 માળની ઓફિસ બિલ્ડિંગમાં બની હતી, જ્યાં બ્લેકસ્ટોન અને NFL મુખ્યાલય આવેલું છે.
પોલીસના જણાવ્યાં અનુસાર, સોમવારે સાંજે 6:30 વાગ્યાની આસપાસ શેન તામુરા નામનો 27 વર્ષીય વ્યક્તિ બિલ્ડિંગમાં ઘૂસી ગયો અને રાઇફલથી આડેધડ ગોળીબાર શરૂ કરી દીધો. બાદમાં તેણે પોતાને પણ ગોળી મારી દીધી, જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. બંદૂકધારી નેવાડાના લાસ વેગાસનો રહેવાસી હતો.
ન્યૂયોર્ક ફાયર ડિપાર્ટમેન્ટ (FDNY) એ માહિતી આપી કે તેમને સોમવારે સાંજે પાર્ક એવન્યુ પર સ્થિત આ બિલ્ડિંગમાંથી ફોન આવ્યો હતો કે કોઈને ગોળી વાગી છે. વિભાગના પ્રવક્તાએ વધુ માહિતી આપી ન હતી. ઘટના પછી સમગ્ર વિસ્તારમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી.
આ ઘટના બાદ FBI પણ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. FBI ના ડેપ્યુટી ડિરેક્ટર ડેન બોન્ઝિનોએ X પર માહિતી આપી હતી કે તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. આરોપીનો હેતુ શું હતો અને તે એકલો હતો કે કોઈ નેટવર્ક સાથે જોડાયેલો હતો તેની પોલીસે તપાસ હાથ ધરી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/