PM મોદીએ કર્યો બચાવ.....ઈલેક્ટોરલ બોન્ડ પર જે લોકો ડાન્સ કરી રહ્યાં છે તે પસ્તાવાના છે

09:47 AM Apr 01, 2024 | gujaratpost

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી પહેલા ચૂંટણી ડોનેશનનો મુદ્દો ખૂબ જ ગરમ બની ગયો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને વારંવાર ફટકાર લગાવી છે અને ચૂંટણી પંચને તેની સાથે સંબંધિત તમામ માહિતી શેર કરવા કહ્યું હતુ, બાદમાં ફંડ આપનારાઓની માહિતી પણ સામે આવી છે. આ મુદ્દે પીએમ મોદીએ એક યુટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યું દરમિયાન પૂછાયેલા સવાલોના જવાબ આપ્યાં હતા.મોદીએ કહ્યું મને કહો કે મેં એવું શું કર્યું છે જેના કારણે હું પીછેહઠ કરું, હું દૃઢપણે માનું છું કે જે લોકો ઇલેક્ટોરલ બોન્ડ પર ડાન્સ કરી રહ્યાં છે તેઓ ચોક્કસપણે પસ્તાવાના છે.

સિસ્ટમમાં ખામીઓ છે

પીએમ મોદીએ કહ્યું કે, 2014 પહેલા યોજાયેલી તમામ ચૂંટણીઓમાં રાજકીય પક્ષોએ તે ચૂંટણીઓમાં ખર્ચ કર્યો જ હશે, તો શું કોઈ એજન્સી બતાવે કે પાર્ટીઓ પાસે પૈસા ક્યાંથી આવ્યાં, પૈસા ક્યાં ખર્ચાયા ? મોદીએ ઈલેક્ટોરલ બોન્ડ બનાવ્યાં, તેથી દરેક વ્યક્તિ જાણી શકે છે કે પૈસા ક્યાં લેવામાં આવ્યાં, ક્યાં આપવામાં આવ્યાં, કોણે લીધા અને કોને આપ્યાં. નહિંતર આપણે કેવી રીતે જાણતા કે શું થયું ? આજે તમને પગેરું મળી રહ્યું છે. PMએ કહ્યું કે કોઈ પણ સિસ્ટમ પૂર્ણ નથી. તેમાં ખામીઓ હોઈ શકે છે અને ખામીઓ સુધારી શકાય છે, જો બોન્ડ હોત તો ખબર પડે કે પૈસા ક્યાં ગયા.

ED સ્વતંત્ર રીતે કામ કરે છે

પીએમને EDને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે જવાબ આપ્યો કે તમે જે કહી રહ્યાં છો, શું અમારી સરકાર આવ્યાં બાદ ઈડી બનાવવામાં આવી હતી ? અમે પીએમએલએનો કાયદો બનાવ્યો છે. ED સ્વતંત્ર છે, ન તો અમે તેને રોકીએ છીએ અને ન તો મોકલીએ છીએ. તે સ્વતંત્ર રીતે કામ કરે છે. અમારે આ બાબત સાથે કોઈ લેવાદેવા નથી. ED પાસે 7000 કેસ છે અને 3 ટકાથી ઓછા કેસ રાજકારણ સાથે જોડાયેલા છે. તેમની પાસેથી રૂ. 35 લાખ, રૂ. 2200 કરોડની રોકડ રિકવર થઈ છે, એજન્સીની કામગીરી લીક થઈ નથી, નોટોના ઢગલા જપ્ત કરવામાં આવી રહ્યાં છે.

કોંગ્રેસને લઇને કહી આ વાત 

હાલમાં જ એક જગ્યાએ પૈસા વોશિંગ મશીનમાં રાખવામાં આવ્યાં હોવાનું સામે આવ્યું હતુ, એક જગ્યાએ પાઈપોમાં પૈસા રાખવામાં આવ્યાં હતા. કોંગ્રેસના સાંસદ પાસેથી 300 કરોડ રૂપિયા જપ્ત કરાયા, બંગાળમાં મંત્રીઓના ઘરેથી નોટોના બંડલ મળી રહ્યાં છે. જ્યાં સુધી અન્ય એજન્સી કેસ રજીસ્ટર ન કરે ત્યાં સુધી ED કાર્યવાહી કરતી નથી.

પીએમ મોદીએ કોંગ્રેસ માટે કહ્યું કે હું મારી જાતને તીસમાર ખાન નથી માનતો જે કોઈને સલાહ આપીતો ફરે છે. કોંગ્રેસની અંદર પણ સિનિયર લોકો છે અને જો કોંગ્રેસ એ સિનિયર લોકોની વાત સાંભળવાનું શરૂ કરે તો કદાચ તેમને ફાયદો થશે અને કોંગ્રેસને પણ ફાયદો થશે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post