+

આ મુસ્લિમ દેશમાં ફાટી નીકળ્યું ગૃહયુદ્ધ, 70 લોકોનાં મોત- Gujarat Post

ડિસેમ્બરની શરૂઆતમાં ઇસ્લામિક હયાત તહરિર અલ-શામના નેતૃત્વમાં બળવાખોર જૂથોએ અસદ શાસનને ઉથલાવી દીધું હતું હિંસામાં 13 પોલીસ અધિકારીઓના મોત થઇ ગયા સીરિયાઃરમઝાનના પવિત્ર મહિનામાં મુસ્લિમ દેશ સીરિયામા

ડિસેમ્બરની શરૂઆતમાં ઇસ્લામિક હયાત તહરિર અલ-શામના નેતૃત્વમાં બળવાખોર જૂથોએ અસદ શાસનને ઉથલાવી દીધું હતું

હિંસામાં 13 પોલીસ અધિકારીઓના મોત થઇ ગયા

સીરિયાઃરમઝાનના પવિત્ર મહિનામાં મુસ્લિમ દેશ સીરિયામાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું છે. આ ગૃહયુદ્ધમાં એક તરફ અસદ સમર્થકો છે અને બીજી તરફ સીરિયામાં સત્તામાં રહેલા HTS ના લડવૈયાઓ છે. ગુરુવારે મોડી રાત્રે, સીરિયાના શહેર લટાકિયામાં બે જૂથો વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું. ભીષણ યુદ્ધમાં લગભગ 70 લોકો માર્યા ગયા છે. હુમલાખોરોએ એકબીજા સામે લડવા માટે રોકેટ લોન્ચરનો ઉપયોગ કર્યો છે. હિંસા બાદ સીરિયા ફરી એક વખત અશાંતિ તરફ આગળ વધી રહ્યું છે.

સીરિયામાં બશર અલ-અસદને ઉથલાવીને સત્તા પર આવેલા હયાત-તહરિર અલ-શામના લડવૈયાઓ ઘરો પર ગોળીઓ ચલાવી રહ્યાં છે. ગોળીબારનો એક વીડિયો પણ વાયરલ થયો છે. અહેવાલ મુજબ, સીરિયન સુરક્ષા દળોએ એક ઇમારત પર ગોળીબાર કર્યો હતો, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઇમારતમાં ભૂતપૂર્વ અસદ શાસનના જનરલ ઇન્ટેલિજન્સ રહેતા હતા.

ગોળીબાર બાદ ગુપ્તચર અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. અહીં, તુર્કીની સેના સીરિયાની સરહદમાં પ્રવેશી ગઈ છે. તુર્કી સેના મોટા ટેન્કો સાથે પ્રવેશી છે.

યુદ્ધની આગમાં સળગી રહેલા ગાઝા અને યુક્રેનમાં શાંતિની વાત થઈ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ પોતે બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપિત કરવામાં વ્યસ્ત છે. એક તરફ, ટ્રમ્પ રશિયા સાથે વાત કરીને યુક્રેનમાં યુદ્ધ રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે, બીજી તરફ, તેઓ હમાસ અને ઇઝરાયલને સાથે લઈને ગાઝામાં શાંતિ પુનઃસ્થાપિત કરી રહ્યાં છે.ત્યારે આ બધાની વચ્ચે હવે સીરિયામાાં સ્થિતી તંગ બની છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

 

facebook twitter