+

ગુજરાતમાં નકલીની બોલબાલા, કડંકટરે નકલી ટિકિટ ઈશ્યૂં કરી હોવાનો બનાવ- Gujarat Post

(ફાઇલ ફોટો) જૂનાગઢઃ ગુજરાતમાં નકલીનો રાફડો ફાટ્યો છે. નકલી તબીબો, નકલી પોલીસ, નકલી અધિકારીઓ, નકલી દવા બાદ હવે નકલી  ટિકિટ ઝડપાઈ છે. જૂનાગઢના વંથલી બસ સ્ટેશન પર ચેકિંગ વખતે મુસાફરો પાસેથી સમાન

(ફાઇલ ફોટો)

જૂનાગઢઃ ગુજરાતમાં નકલીનો રાફડો ફાટ્યો છે. નકલી તબીબો, નકલી પોલીસ, નકલી અધિકારીઓ, નકલી દવા બાદ હવે નકલી  ટિકિટ ઝડપાઈ છે. જૂનાગઢના વંથલી બસ સ્ટેશન પર ચેકિંગ વખતે મુસાફરો પાસેથી સમાન નંબરવાળી ટિકિટો મળતાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.

રાજકોટ ડીવીઝનના મોરબી ડેપોના કંડક્ટર પાર્થ જશવંતરાય મોદીએ ગત 6 ડિસેમ્બરના પોતાની ફરજ દરમિયાન વેરાવળથી રાજકોટ જતા ચાર મુસાફરોને ડુપ્લીકેટ નંબરવાળી ચાર ટિકીટ તેમજ જૂનાગઢ જતા 7 મુસાફરોને અલગ-અલગ ડુપ્લીકેટ ટિકીટ મળીને કુલ 11 ટિકીટ આપી હતી. ચેકિંગ દરમિયાન નકલી ટિકિટનો ભાંડો ફૂટ્યો હતો.

કંડક્ટરે પ્રથમ એક ઓરિજનલ ટિકીટ કાઢી તે ટિકીટ તેના મોબાઈલમાં રહેલા કેમ સ્કેનરથી સ્કેન કરી તેની ઈમેજને તેની પાસે રહેલા થર્મલ રિસીપ્ટ પ્રિન્ટરને મોબાઈલના બ્લુટુથથી કનેક્ટ કરી ડુપ્લીકેટ ટિકીટોની પ્રિન્ટો મેળવી હતી. ત્યારબાદ આ ડુપ્લીકેટ ટિકીટો મુસાફરોને ઈશ્યૂં કરી હતી. એસટી બસ વંથલી બસ સ્ટેશન ખાતે આવેલી ત્યારે અધિકારી હિરાભાઈ નેભાભાઈ ખાંભલાએ મુસાફરોની ટિકીટની તપાસણી કરતા ડુપ્લીકેટ ટિકીટો જોવા મળતા ચોંકી ઉઠયા હતા અને તપાસમાં કંડક્ટરની સંડોવણી સામે આવી હતી. અધિકારીઓ દ્વારા  કંડક્ટર પાર્થ મોદી વિરુધ્ધ વંથલી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. 

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter