+

જે ગોપાલ નમકીનમાં આગ લાગી હતી તે કંપનીને થોડા સમય પહેલા જ CGST એ નોટિસ ફટકારી હતી

Rajkot News: રાજકોટના કાલાવડ રોડ પર લોધિકા તાલુકાના મેટોડા જી.આઈ.ડી.સી.માં આવેલી ગોપાલ સ્નેક્સ લિ.ના પ્રોડક્શન યુનિટમાં ભયાનક આગ ભભુકી ઉઠી હતી. જેને લઈ અફડાતફડી મચી હતી. મેટોડામાં ત્રણ વિશાળ પ્લોટમાં

Rajkot News: રાજકોટના કાલાવડ રોડ પર લોધિકા તાલુકાના મેટોડા જી.આઈ.ડી.સી.માં આવેલી ગોપાલ સ્નેક્સ લિ.ના પ્રોડક્શન યુનિટમાં ભયાનક આગ ભભુકી ઉઠી હતી. જેને લઈ અફડાતફડી મચી હતી. મેટોડામાં ત્રણ વિશાળ પ્લોટમાં ગોપાલ નમકીનનું પ્રોડક્શન યુનિટ આવેલું છે અને ગાંઠિયા,ચીપ્સ વગેરેનું મોટાપાયે ઉત્પાદન થતું હોવાથી અહીં તેલની પણ મોટી માત્રા હતી, ફેક્ટરીમાં અંદાજિત અઢી હજાર કર્મચારીઓ કાર્યરત છે, જો કે આગની આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી.

બીજી તરફ આ જ કંપનીને થોડા દિવસ પહેલા 13.50 કરોડ રૂપિયાની સેન્ટ્રલ જીએસટીની નોટિસ મળી હતી અને ત્રણ દિવસમાં તે રકમ ભરપાઈ કરવાની સૂચના પણ મળી હતી. જેને લઈ લોકો આ ઘટનાને આગજનીના બનાવ સાથે જોડીને ચર્ચાઓ કરી રહ્યાં છે.

મેટોડા એસોસિએશનના જણાવ્યાં અનુસાર ઔદ્યોગિક વસાહતમાં 1200 જેટલી ઈન્ડસ્ટ્રીઝ આવેલી છે અને આગ બુઝાવવા માટે 12000 લિટરના બ્રાઉઝર સહિતની સુવિધા પણ વસાવાઈ છે. જો કે આ આગ એટલી વિકરાળ હતી કે તે બુઝાવવા અનેક ફાયર ફાયટરો આવ્યાં હોવા છતાં ઝડપથી કાબુમાં આવી ન હતી. ત્યારે હાલમાં તો ફાયર વિભાગ અને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter