ભરુચઃ રાજ્યમાં ગમખ્વાર અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. સોમવારે બપોર સુધીમાં જ રાજ્યમાં બે મોટા અકસ્માત થયા છે. જૂનાગઢ બાદ અંકલેશ્વરમાં મોટો અકસ્માત સર્જાયો હતો.
ભરૂચ -અંકલેશ્વર નેશનલ હાઇવે પર બે બસો વચ્ચે અકસ્માત સર્જાયો છે. હાઇવે અર આવેલા અમલાખાડી બ્રિજ પર એક ખાનગી બસ અને સરકારી બસ વચ્ચે અકસ્માત સર્જાતા ખાનગી બસ પલટી મારી ગઇ હતી, સરકારી બસ ખાડામાં ઉતરી ગઇ હતી. આ અકસ્માતમાં 15 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. અકસ્માતને પગલે આસપાસમાંથી સ્થાનિક લોકો દોડી આવ્યાં હતા, રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.
આ પહેલા માળિયા હાટીના પાસે સવારે બે કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતા કારમાં રહેલો ગેસનો બાટલો ફાટ્યો હતો. જેમાં 7 લોકોનાં મોત થયા છે. બાટલો ફાટતા આસપાસનાં ઝૂંપડામાં પણ આગ લાગી હતી. અકસ્માતમાં હજુ પણ મૃત્યુઆંક વધે તેવી શક્યતાઓ છે. મૃતકોમાં પરીક્ષા આપવા જતાં વિદ્યાર્થીઓ હોવાની પણ પ્રાથમિક માહિતી મળી રહી છે. આ અકસ્માતની જાણ થતા પોલીસ અને સ્થાનિકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે 108ની મદદથી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યાં હતા.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/