અમદાવાદઃ BZ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાના કથિત 5500 કરોડ રૂપિયાના કૌભાંડના કેસ મામલે પ્રિન્સિપલ સેશન્સ કોર્ટમાં આજે સુનાવણી છે. ઝાલાએ આગોતરા જામીન અરજી કરી હતી.
કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા હજી સુધી પોલીસથી બચી રહ્યો છે અને ફરાર છે, જેને પોલીસ શોધી રહી છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ આગોતરા જામીન અરજી કરતા જણાવ્યું હતું કે, તેમણે કોઈ કૌભાંડ કર્યું નથી, સાથે જ તેણે પોલીસ તપાસમાં સહકાર આપવાની વાત કરી હતી. આ મામલે આજે 9 ડિસેમ્બરે પ્રિન્સિપલ સેશન્સ કોર્ટમાં સુનાવણી થવાની છે
સાબરકાંઠા જિલ્લાના તાલોદ તાલુકાના વાવડીમાં રહેતા BZ Group ના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણની સામે ત્રણ વર્ષમાં બમણા અને સામાન્ય રોકાણની સામે ઊંચા વળતરની લાલચ આપીને કૌભાંડ કર્યું હોવાનો આક્ષેપ છે.આ કૌભાંડ સામે આવતા ગાંધીનગર CID ક્રાઈમની અલગ અલગ ટીમો દ્વારા સાબરકાંઠા, વડોદરા, ગાંધીનગર અને રાજસ્થાન સહિતના સ્થળો પર દરોડા પાડીને મહત્વના દસ્તાવેજો તેમજ કેસને લગતા ઈમ્પોર્ટન્ટ પુરાવા એકઠા કરીને કાર્યવાહી કરી છે. શંકાસ્પદ વ્યવહારો અને કબાડ મામલે ગાંધીનગર CID ક્રાઇમ દ્વારા બી.ઝેડ ગ્રુપ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/