ન્યુઝીલેન્ડઃ માઓરી સાંસદ હાના રાવહીતી કારિયારીકી મેપ્પી ક્લાર્કે સંસદમાં હકા ડાન્સ કરીને વિરોધ દર્શાવ્યો હતો, સ્વદેશી સંધિ બિલની નકલ ફાડીને તેમને જોરદાર નૃત્ય કર્યું હતુ, તેમની પાર્ટીના લોકો પણ તેમની સાથે જોડાયા હતા. હાના રાવહીતી ન્યુઝીલેન્ડની સંસદમાં સૌથી યુવા સાંસદ છે. ન્યુઝીલેન્ડની સંસદ સત્રનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે. સાંસદો સિદ્ધાંત બિલ પર મતદાન કરવા માટે સંસદમાં આવ્યાં હતા. આ દરમિયાન 22 વર્ષીય માઓરી સાંસદ હના રાવહીતીએ સત્રમાં વિક્ષેપ પાડ્યો હતો. આ દરમિયાન તેમણે બિલની કોપી ફાડી નાખી અને ગૃહમાં પરંપરાગત હકા ડાન્સ કર્યો હતો.
હાના રાવિટીએ ડાન્સ કર્યો તેના તરત પછી ગૃહના અન્ય સભ્યો અને ગેલેરીમાં બેઠેલા પ્રેક્ષકો પણ હકા નૃત્યમાં હાના સાથે જોડાયા હતા. જેના કારણે સ્પીકર ગેરી બ્રાઉનલીએ ગૃહની કાર્યવાહી થોડા સમય માટે સ્થગિત કરી દીધી હતી. આદિવાસીઓને લગતા કોઇ બિલનો તેમને ગૃહમાં જોરદાર વિરોધ કર્યો હતો.
કોણ છે હાના રાવહીતી ?
હાના રાવહીતી કારિયારીકી મેપેઈ-ક્લાર્ક ન્યુઝીલેન્ડના 22મા સાંસદ છે, જે સંસદમાં તે પાર્ટી માઓરીનું પ્રતિનિધિત્વ કરે છે. મેપે-ક્લાર્કે શરૂઆતમાં પણ ઘણી હેડલાઇન્સ બનાવી હતી, જ્યારે તેમને ન્યુઝીલેન્ડમાં 2023ની ચૂંટણીમાં ચૂંટાઈ આવી હતી અને સંસદમાં તેમનું પ્રથમ ભાષણ આપ્યું હતું, ત્યારે તેમને પરંપરાગત હકા નૃત્ય કર્યું હતું. ઈસાકનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++