+

રૂપિયા 42 કરોડની ઠગાઈ કરનારું રાણીપનું દંપતી મહારાષ્ટ્રની મોંઘી દાટ હોટલમાં જલસા કરતા ઝડપાયું- Gujarat Post

અમદાવાદઃ રાણીપમાં રહેતા એક દંપતીએ લોભામણી જાહેરાતો કરીને 37 લોકો સાથે 42 કરોડ રૂપિયાની ઠગાઈ કરી હતી.ઠગાઈ કરીને આ બંટી-બબલી ફરાર થઇ ગયા હતા, જો કે પોલીસે ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સને આધારે તેમને મહાર

અમદાવાદઃ રાણીપમાં રહેતા એક દંપતીએ લોભામણી જાહેરાતો કરીને 37 લોકો સાથે 42 કરોડ રૂપિયાની ઠગાઈ કરી હતી.ઠગાઈ કરીને આ બંટી-બબલી ફરાર થઇ ગયા હતા, જો કે પોલીસે ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સને આધારે તેમને મહારાષ્ટ્રમાંથી ઝડપી પાડ્યાં છે.

નિકોલમાં નરનારાયણ ડુપ્લેક્સમાં રહેતા અને દંપતીનો ભોગ બનેલા જલ્પીન ભીમાણી(ઉ.૩૩) અને બીલાસિયા ગામમાં રહેતા વિજય પટેલ(ઉ.40)એ સીઆઈડી ક્રાઈમમાં જીગર તુલી અને સપના તુલી સામે ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. ઠગ દંપતીને ગંધ આવી જતા તેઓ બે બાળકોને લઈ ફરાર થઇ ગયા હતા.

રાણીપના ઠગ દંપતી જીગર તુલી અને સપના તુલી વર્ષ 2020થી શેરમાર્કેટ અને આઈપીઓમાં રોકાણ કરવાની લોભામણી લાલચ આપીને લોકોને ઠગતા હતા, આ લોકો વિરુદ્ધ સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ હતી. ઠગ દંપતી વિરુદ્ધ છેતરપીંડી તથા યુપીઆઈડી એક્ટ મુજબ સીઆઈડી ક્રાઈમે ગુનો નોંધ્યો હતો. હવે સીઆઈડી ક્રાઈમે જીગર તુલી અને સપના તુલીની મહારાષ્ટ્રના લોનાવાલાની મોંઘી હોટલમાંથી બહાર નીકળતા જ ધરપકડ કરી હતી. ઠગ દંપતીને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ સાબરમતી સેન્ટ્રલ જેલમાં ધકેલવામાં આવ્યું છે.

લોનાવાલાની મોંઘીદાટ હોટલમાંથી આરોપી બહાર નીકળતા સીઆઈડી ક્રાઈમની ટીમે તેમને ઝડપી લીધા હતા. ઠગ દંપતીએ કુલ 37 લોકો સાથે રૂ. 42 કરોડની ઠગાઈ આચરી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

Trending :
facebook twitter