+

પિતા અને 4 પુત્રીઓની લાશ ઘરમાંથી મળી આવી....પાડોશીઓને દુર્ગંધ આવતા પોલસી બોલાવી હતી

નવી દિલ્હીઃ રંગપુરી વિસ્તારમાંથી એક જ પરિવારના 5 સભ્યોનાં મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યાં છે. પોલીસને શંકા છે કે પિતાએ પુત્રીઓની હત્યા કરી અને પછી પોતે ઝેર પીને આત્મહત્યા કરી લીધી છે. હાલ પોલીસ આ મ

નવી દિલ્હીઃ રંગપુરી વિસ્તારમાંથી એક જ પરિવારના 5 સભ્યોનાં મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યાં છે. પોલીસને શંકા છે કે પિતાએ પુત્રીઓની હત્યા કરી અને પછી પોતે ઝેર પીને આત્મહત્યા કરી લીધી છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

ઘરમાંથી પિતા અને ચાર પુત્રીઓના મૃતદેહ મળી આવ્યાં હતા. પિતાએ સલ્ફાની ગોળીઓ ખાઈને આત્મહત્યા કરી હોવાની પોલીસને આશંકા છે. ચાર દીકરીઓમાં એક દીકરી અંધ હતી. એકને ચાલવામાં તકલીફ પડતી હતી. તેમની પાસેથી સલ્ફેટની કોથળીઓ મળી આવી છે.

તમામ દીકરીઓના મૃતદેહ પહેલા રૂમમાં ડબલ બેડ પર પડ્યાં હતા અને પિતાની લાશ બીજા રૂમમાંથી મળી આવી હતી. પાંચેયના મોઢામાંથી સફેદ ફીણ નીકળી રહ્યું હતું. તમામ દીકરીઓના પેટ અને ગળામાં લાલ દોરો બાંધવામાં આવ્યો હતો.

પોલીસને શુક્રવારે સવારે આ ઘટનાની માહિતી મળી હતી. દિલ્હી પોલીસના જણાવ્યાં અનુસાર પિતા સુથાર તરીકે કામ કરતા હતા અને પત્નીનું એક વર્ષ પહેલા કેન્સરથી મૃત્યુ થયું હતું. સીસીટીવી ફૂટેજમાં તે 24મીએ ઘરની અંદર જતા દેખાય છે. ત્યારથી ઘરનો દરવાજો અંદરથી બંધ હતો.

પોલીસે ફ્લેટનું તાળું તોડ્યું તો અંદર 5 મૃતદેહો પડ્યાં હતા. 50 વર્ષીય હીરા લાલનો પરિવાર દિલ્હીના રંગપુરી ગામમાં ભાડાના મકાનમાં રહેતો હતો. ગયા વર્ષે જ તેમની પત્નીનું કેન્સરથી મોત થયું હતું.

પડોશીઓએ પહેલા વિચાર્યું કે આ લોકો ગામમાં ગયા છે, પરંતુ જ્યારે ઘરમાંથી દુર્ગંધ આવી તો તેઓને શંકા ગઈ હતી. જેથી પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. અહીં ચારેય પુત્રી અને પિતાના મૃતદેહ મળી આવ્યાં હતા. આપઘાતનું કારણ બહાર આવ્યું નથી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

Trending :
facebook twitter