કાઠમંડુમાં પ્લેન ક્રેશ થતા 18 લોકોનાં મોત, ટેક-ઓફ દરમિયાન રનવે પરથી લપસી ગયું હતુ પ્લેન

11:36 AM Jul 25, 2024 | gujaratpost

કાઠમંડુઃ નેપાળની રાજધાની કાઠમંડુમાં એક મોટી વિમાન દુર્ઘટના ઘટી છે. આ અકસ્માતમાં 18 લોકોનાં મોત થયા છે. આ વિમાન દુર્ઘટના કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર થઈ હતી. આ પ્લેનમાં 19 લોકો સવાર હતા, જેમાંથી 18 લોકોનાં મોત થયા હોવાના અહેવાલ છે. દુર્ઘટનાગ્રસ્ત સોલાર એરલાઈન્સનું વિમાન એન્જિન ટેસ્ટિંગ માટે પોખરા જઈ રહ્યું હતું.

નેપાળ સિવિલ એવિએશન ઓથોરિટી અનુસાર વિમાનમાં સવાર લોકો એન્જિનિયર અને ટેકનિશિયન હતા, કાઠમંડુ એરપોર્ટ પર વિમાન દુર્ઘટનામાં માર્યાં ગયેલા 18 લોકોનાં મૃતદેહ મળી આવ્યાં છે. તમામ મૃતદેહોની ઓળખ સૂર્યા એરલાઈન્સ રિલાયન્સના એન્જિનિયર અને કર્મચારીઓ તરીકે થઈ છે. આ વાતની પુષ્ટિ કાઠમંડુ એરપોર્ટના વડા પ્રેમનાથ ઠાકુરે કરી છે. કાઠમંડુથી પોખરા જઈ રહેલા સૌરી એરલાઈન્સના વિમાનમાં કુલ 19 લોકો સવાર હતા, જેમાં બે કેપ્ટન, બે ક્રૂ મેમ્બર અને 15 પેસેન્જર હતા, સૌરી એરલાઈન્સનું વિમાન 19 લોકો સાથે પોખરા જઈ રહ્યું હતું, ત્યારે ટેકઓફ કરતી વખતે તેને અકસ્માત નડ્યો હતો. ઘટના સ્થળેથી સામે આવેલા વીડિયોમાં એરપોર્ટ પર ધુમાડાના ગોટેગોટા સાથે ભીષણ આગ જોઈ શકાય છે.

ટેક-ઓફ દરમિયાન પ્લેન લપસી જવાને કારણે આ દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનાની માહિતી મળતા જ રાહત અને બચાવ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. વિમાનમાં લાગેલી આગને વહેલી તકે ઓલવવાના પ્રયાસો કરવામાં આવ્યાં હતા જેથી અન્ય મુસાફરોને શોધી શકાય.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526