પોરબંદરના દરિયામાંથી NCB અને ATSએ 700 કિલો ડ્રગ્સ સાથે આરોપીઓને ઝડપી લીધા

05:56 PM Nov 15, 2024 | gujaratpost

પોરબંદરઃ ગુજરાતના દરિયામાંથી ફરી એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. ગુજરાત ATS અને NCBની ટીમે મોડી રાત્રે દરિયામાં સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં એક બોટમાંથી 700 કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. આ ડ્રગ્સનો જથ્થો હાલ પોરબંદર પોર્ટ પર લાવવામાં આવ્યો છે. આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું છે તેની તપાસ થઇ રહી છેય

ગુજરાત ATS, NCB અને નેવીની ટીમે મધદરિયે ઓપરેશન પાર પાડીને ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. પોરબંદરના દરિયામાં બોટમાં ડ્રગ્સ આવતું હોવાની બાતમી દિલ્હી NCBની ટીમને મળી હતી. જેથી ગુજરાત ATSની ટીમ અને NCBની ટીમે મોડી રાત્રે દરિયામાં સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું હતું. જેમાં નેવીની ટીમ પણ સામેલ હતી.

એજન્સીઓએ 8 ઇરાની નાગરિકોની પણ ધરપકડ કરી છે, બોટમાં તપાસ કરતા આ ડ્રગ્સમો જથ્થો મળી આવ્યો હતો, હાલમાં આ કેસની વધુ તપાસ થઇ રહી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++