+

લાંચમાં iPhone.... નવસારીના આ PI એ લાંચમાં આઇફોન લીધો અને ACB એ તેમનો ખેલ પાડી દીધો

નવસારીઃ પોલીસકર્મીઓ લાંચમાં રૂપિયા સિવાય અન્ય વસ્તુઓ પણ માંગતા હોય છે, આવો જ એક કિસ્સો નવસારીમાં બન્યો છે. ધોલાઇ મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મરીન પીઆઇ ડી.જે.કુબાવત એસીબીની ઝપેટમાં આવી ગયા છે. ધ

નવસારીઃ પોલીસકર્મીઓ લાંચમાં રૂપિયા સિવાય અન્ય વસ્તુઓ પણ માંગતા હોય છે, આવો જ એક કિસ્સો નવસારીમાં બન્યો છે. ધોલાઇ મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મરીન પીઆઇ ડી.જે.કુબાવત એસીબીની ઝપેટમાં આવી ગયા છે.

ધોલાઇ બંદર પર બોટોના માલિકો લાઇટ ડીઝલ-ઓઇલનો પરવાનો ધરાવે છે. જેમાં તેમની હેરાનગતિ નહીં કરવા અને ધંધો કરવા દેવા માટે પીઆઇએ અંદાજે દોઢ લાખની કિંમતનો એપ્પલનો આઇફોન લાંચમાં માંગ્યો હતો.

ફરિયાદી લાંચમાં આઇફોન આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો અને તે દરમિયાન લાંચના છટકામાં પીઆઈ આવી ગયા હતા, એસીબીએ આઇફોન જપ્ત કરીને કેસની વધુ કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આવા લાંચિયાઓ જો તમારી પાસે પણ લાંચ માંગે છે તો તમે પણ એસીબીમાં ફરિયાદ કરી શકો છો.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter