+

મોરબીના ઢવાણા ગામે 7 લોકોનાં મૃતદેહ મળ્યાં, ટ્રેકટર સાથે 8 લોકો પાણીમાં તણાયા હતા

મોરબીઃ વડોદરા, જામનગર, રાજકોટ અને મોરબી જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે લોકોની મુશ્કેલીઓ વધી રહી છે, હળવદ તાલુકાના ઢવાણા ગામમાં પાણીના જોરદાર પ્રવાહમાં ટ્રેકટર તણાઇ ગયું હતુ, જેમાં કુલ 17 લોકો સ

મોરબીઃ વડોદરા, જામનગર, રાજકોટ અને મોરબી જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે લોકોની મુશ્કેલીઓ વધી રહી છે, હળવદ તાલુકાના ઢવાણા ગામમાં પાણીના જોરદાર પ્રવાહમાં ટ્રેકટર તણાઇ ગયું હતુ, જેમાં કુલ 17 લોકો સવાર હતા અને હવે 7 લોકોનાં મૃતદેહો મળી આવતા પરિવારો પર આભ તૂટી પડ્યું છે. એનડીઆરએફની ટીમ દ્વારા 7 મૃતદેહો શોધી કાઢવામાં આવ્યાં છે અને 1 વ્યક્તિની શોધખોળ ચાલુ છે.

ટ્રેક્ટરમાં ડ્રાઇવર સહિત 17 લોકો જૂના ઢવાણાથી નવા ઢવાણા ગામે જઇ રહ્યાં હતા. ત્યારે પાણીના જોરદાર પ્રવાહને કારણે ટ્રેકટર પાણીમાં તણાયું હતુ, જેમાં 8 લોકો પાણીમાં ડૂબી ગયા હતા. જેમાંથી આજે 7 લોકોનાં મૃતદેહો મળી આવ્યાં છે.

જિલ્લા પ્રભારી અને સરકારના મંત્રી પ્રફુલ પાનસેરિયાએ માહિતી આપતા જણાવ્યું કે મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રુપિયાની ગુજરાત સરકાર સહાય આપશે. બીજી તરફ રાજ્યના અન્ય શહેરોમાં પણ ભારે વરસાદને કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું છે, ખેતીને પણ મોટા પાયે નુકસાન થયું છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter