+

મોરબીઃ ભાજપ સરકારના વિરોધમાં 15 ખેડૂતોએ કરાવ્યું મુંડન, હાઈટેન્શન લાઈનના વિરોધમાં 9 ખેડૂતો આમરણ ઉપવાસ પર

મોરબી: જેતપર ગામે ખાનગી કંપનીના હાઈટેન્શન વીજલાઈન પ્રોજેક્ટ સામે ચાલી રહેલું ખેડૂત આંદોલન વધુ આક્રમક અને ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. પોતાની જમીન બચાવવા અને ન્યાય મેળવવા માટે ખેડૂતો આરપારની લડાઈના

મોરબી: જેતપર ગામે ખાનગી કંપનીના હાઈટેન્શન વીજલાઈન પ્રોજેક્ટ સામે ચાલી રહેલું ખેડૂત આંદોલન વધુ આક્રમક અને ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. પોતાની જમીન બચાવવા અને ન્યાય મેળવવા માટે ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં જોવા મળી રહ્યાં છે.

ખેડૂતોનો ગંભીર આક્ષેપ છે કે તેમની જમીનમાંથી પસાર થનારી વીજલાઈન અને વિશાળ વીજપોલ ઊભા કરવાના આ પ્રોજેક્ટના અમલીકરણ દરમિયાન વહીવટી તંત્ર કે કંપની દ્વારા ખેડૂતોની કોઈ સંમતિ લેવામાં આવી નથી. આ સિવાય જમીન ગુમાવનારાઓને યોગ્ય વળતર પણ ચૂકવવામાં આવ્યું નથી. આ અન્યાય સામે અવાજ ઉઠાવતા ગામના 9 ખેડૂતો છેલ્લા કેટલાક સમયથી સતત આમરણ ઉપવાસ પર બેઠા છે, જેમની માંગ છે કે ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લેવાય.

ઉપવાસી ખેડૂતોના સમર્થનમાં ગામના અન્ય 15 ખેડૂતોએ સામૂહિક મુંડન કરાવીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધની ખાસ વાત એ છે કે, મુંડન કરાવનાર આ 15 ખેડૂતોના ખેતરોમાંથી આ વીજલાઈન પસાર થતી નથી. પ્રોજેક્ટથી તેમને વ્યક્તિગત રીતે કોઈ સીધી અસર થતી નથી. તેમ છતાં ગામના અન્ય સાથી ખેડૂતો પ્રત્યે એકતા દર્શાવવા અને લડતને મજબૂત કરવા તેમણે આ પગલું ભર્યું છે.

ખેડૂત આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં વહીવટી તંત્રને ચેતવણી આપી છે કે જો ઉપવાસી ખેડૂતોની માંગણીઓનો વહેલી તકે યોગ્ય ઉકેલ નહીં લાવવામાં આવે, તો આ આંદોલન આખા મોરબી જિલ્લામાં ફેલાશે. સત્યાગ્રહના માર્ગે ચાલીને પણ આ લડતને વધુ વ્યાપક બનાવવામાં આવશે. હાલમાં સમગ્ર જેતપર ગામ ન્યાયની માંગ સાથે એકજૂટ થઈને વિરોધ પ્રદર્શન ચલાવી રહ્યું છે. 

Trending :
facebook twitter