અજંતા ગ્રુપની સ્થાપના કરનાર સ્વર્ગ. ઓ.આર પટેલના પુત્ર તરીકે તેમનું સન્માન કરવામાં આવ્યું
મોરબીઃ ઝુલતા પુલ અકસ્માતમાં અનેક લોકોનાં મોત થઇ ગયા છે અને આરોપી ઉદ્યોગપતિ જયસુખ પટેલનું પાટીદાર સમાજ દ્વારા આયોજિત કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું છે. આ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિજનોએ આ કાર્યક્રમ અંગે નારાજગી વ્યક્ત કરી છે. આયોજકોએ જણાવ્યું કે જયસુખ પટેલ હાલ જામીન પર બહાર છે.
પીડિતોના પરિવારજનોએ દુઃખ વ્યક્ત કર્યું
ઉમા સંસ્કાર ધામ મંદિરના અભિષેક પ્રસંગે કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા મોરબી શહેરની હદમાં આયોજિત કાર્યક્રમમાં પટેલને મોદકથી તોલવામાં આવ્યાં હતા. જેથી મૃતકોના પરિવારજનોએ આ મામલે વિરોધ નોંધાવ્યો છે.
આયોજકોએ કહી આ વાત
આયોજકોએ જણાવ્યું કે મોદકના 60 હજાર પેક પાટીદાર પરિવારોમાં વહેંચવામાં આવશે. પીડિત પરિવારો વતી નરેન્દ્ર પરમારે જણાવ્યું કે મોરબી ઝુલતા પુલ તૂટી પડવાના મુખ્ય આરોપીનું આ રીતે સન્માન થતું જોઈને અમારા માટે દુઃખની વાત છે.
આ ઘટનામાં 135 લોકોએ જીવ ગુમાવ્યાં હતા
મોરબીમાં બ્રિજ તૂટી પડવાની ઘટનામાં 135 લોકોએ જીવ ગુમાવ્યાં હતા. આ બ્રિજની જાળવણીની જવાબદારી જયસુખ પટેલની કંપનીની હતી. ઘટના બાદ તેને આ કેસમાં મુખ્ય આરોપી બનાવવામાં આવ્યાં હતા.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++