+

ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે, જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી

અમદાવાદ: રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. જો કે અનેક જગ્યાએ બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. નવેમ્બર મહિનો અડધો થઇ ગયો છે પરંતુ હજુ પણ ઠંડીની શરૂઆત થઈ નથી. માત્ર સવારે અને રાત્રે જ હ

અમદાવાદ: રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. જો કે અનેક જગ્યાએ બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. નવેમ્બર મહિનો અડધો થઇ ગયો છે પરંતુ હજુ પણ ઠંડીની શરૂઆત થઈ નથી. માત્ર સવારે અને રાત્રે જ હળવી ઠંડી લાગે છે. જેના કારણે રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે

હવે હવામાન વિભાગે 7 દિવસની આગાહી કરી છે. જણાવ્યું કે, આગામી 7 દિવસ હવામાન સૂકું રહેશે. જ્યારે ત્રણ દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટા ફેરફારની સંભાવના નથી. ત્રણ દિવસ બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. નોંધનીય છે કે, ત્રણ દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીની તીવ્રતા વધી શકે છે.

શનિવારે અમરેલી, નલિયા, વડોદરા અને મહુવામાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. અમદાવાદમાં સૌથી વધુ તાપમાન 34.5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 19.9 ડિગ્રી નોંધાયું હતું.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

Trending :
facebook twitter