નાઈજીરિયાઃ પીએમ નરેન્દ્ર મોદી તેમની ત્રણ દેશોની મુલાકાત દરમિયાન રવિવારે નાઈજીરિયા પહોંચ્યાં હતા. 17 વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનની પશ્ચિમ આફ્રિકન રાષ્ટ્રની આ પ્રથમ મુલાકાત છે. નાઈજીરીયાના રાષ્ટ્રપતિ બોલા અહેમદ ટીનુબુ દ્વારા આમંત્રિત પીએમ મોદીનું અબુજા એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. અબુજા એરપોર્ટ પહોંચતા પીએમ મોદીનું નાઈજીરિયાના રાષ્ટ્રપતિ બોલા અહેમદ ટીનુબુએ સ્વાગત કર્યું હતું.
PM @narendramodi arrives in Abuja, Nigeria.
Warmly welcomed by Minister for Federal Capital Territory Nyesom Ezenwo Wike @GovWike, who presented PM with the ‘Key to the City’ of Abuja.
The key symbolises the trust and honour bestowed on PM by the people of
નાઈજીરિયાના રાષ્ટ્રપતિ બોલા અહેમદ ટીનુબૂએ મોદીને અબુજા શહેરની 'કુંજી' (ચાવી) અર્પણ કરી હતી. આ ચાવી નાઇજીરીયાના લોકોનો વડાપ્રધાન પર જે વિશ્વાસ અને આદર છે તે દર્શાવે છે.
નાઈજીરીયામાં પીએમ મોદીને 'ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ નાઈજર' (GCON) એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ પહેલા ક્વીન એલિઝાબેથ એકમાત્ર વિદેશી હતા. જેમને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/