+

ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસોઃ આગ પર કાબૂ લેવાના સિલિન્ડર થઈ ગયા હતા એક્સપાયર- Gujarat Post

Jhansi Medical College Fire Tragedy: ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લામાં મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજના નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર વોર્ડમાં લાગેલી ભીષણ આગમાં 10 નવજાત બાળકોના દાઝી જવાથી અને શ્વાસ રૂંધાવાથી

Jhansi Medical College Fire Tragedy: ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લામાં મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજના નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર વોર્ડમાં લાગેલી ભીષણ આગમાં 10 નવજાત બાળકોના દાઝી જવાથી અને શ્વાસ રૂંધાવાથી મોત થયા છે. જ્યાં આગ લાગી હતી તે વોર્ડમાં 55 નવજાત શિશુઓ દાખલ હતા. 45 નવજાત બાળકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા.

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આગ બુઝાવવાના સિલિન્ડર એક્સપાયર્ડ થઈ ગયા હતા. જે લાગેલી આગને કાબૂમાં લેવામાં નિષ્ફળ સાબિત થયા હતા. ઝાંસી મેડિકલ કોલેજમાં આગ ઠારવા માટે લગાવવામાં આવેલા સિલિન્ડર્સ એ વાતની સાક્ષી આપી રહ્યા છે કે કેટલાકે બે વર્ષ પહેલા તો કેટલાકે એક વર્ષ પહેલા એકસપાયર્ડ થઈ ગયા હતા. જેના કારણે આ સિલિન્ડર આગ ઓલવવામાં નિષ્ફળ સાબિત થયા હતા. ફાયર સિલિન્ડરની સમયસીમા સમાપ્ત થયાને બે થી ત્રણ વર્ષ વીતી ગયા હતા. આ ખાલી સિલિન્ડર માત્ર બતાવવા માટે રાખવામાં આવ્યાં હતા.

ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠકે જણાવ્યું કે ફેબ્રુઆરી 2024માં મેડિકલ કોલેજમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા જોવા મળી હતી. જૂનમાં પણ ટ્રાયલ હાથ ધરવામાં આવી હતી, પરંતુ દુઃખની વાત એ છે કે શુક્રવારે રાત્રે SNCUમાં આગની ઘટના બની હતી અને 10 નવજાત શિશુઓ દાઝી જવાને કારણે મૃત્યું પામ્યાં હતા.

આગથી બચવા માટે નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં સેફ્ટી એલાર્મ લગાવવામાં આન્યાં હતા, પરંતુ આગ લાગી ત્યારે સેફ્ટી એલાર્મ વાગ્યું ન હતું. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે ધુમાડો ફેલાયા બાદ ચારેબાજુ બૂમો પડી હતી. જો સમયસર સેફ્ટી એલાર્મ વાગ્યું હોત તો 10 બાળકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો ન હોત, આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter