નવી દિલ્હીઃ એનસીબીએ પશ્વિમ દિલ્હીના નાંગલોઇ અને જનકપુરીમાંથી 82 કિલો કોકેઇન જપ્ત કર્યું છે, આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત 900 કરોડ રૂપિયા જેટલી છે. આ કન્સાઇનમેન્ટ કુરિયરની ઓફિસમાંથી ઝડપી લેવામાં આવ્યું છે.
એજન્સીએ બે આરોપીઓની પણ ધકપકડ કરી છે, એક દિલ્હીનો અને બીજો સોનીપતનો રહેવાસી છે, તેમની પૂછપરછમાં સામે આવ્યું છે કે આ જથ્થો તેઓ ઓસ્ટ્રેલિયા મોકલવાના હતા.
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમ આ મામલે વધુ તપાસ કરી કરી રહી છે, બીજી તરફ ગુજરાતના પોરબંદરના દરિયામાંથી પણ 700 કિલો ડ્રગ્સ ઝડપાયું છે, જેની અંદાજે કિંમત 3500 કરોડ રૂપિયા જેટલી થાય છે. આમ એજન્સીઓએ થોડા જ કલાકોમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપીને ડ્રગ્સ માફિયાઓની કમર તોડી નાખી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
Union Home Minister Amit Shah tweets, "The back-to-back major breakthroughs against illegal drugs in a single day demonstrate the Modi government's unwavering resolve to build a drug-free Bharat. The NCB today confiscated 82.53 kg of high-grade cocaine in New Delhi. The massive… pic.twitter.com/4aRVV3wp08
— ANI (@ANI) November 15, 2024