ત્રણ લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
મુકેશ સવાણીની ધરપકડ કરવામાં આવી
સુરતઃ અનેક દીકરીઓના પાલક પિતા અને ઉદ્યોગપતિ મહેશ સવાણીનું નામ ફરી એક વખત ચર્ચામાં છે. આ વખતે મહેશ સવાણીના નામે બોગસ ચિઠ્ઠી બનાવી રૂ.5.61 કરોડ પડાવી લેવામાં આવ્યાં હોવાની વાત સામે આવી છે. આ માટે સમગ્ર કાવતરું રચનારા સામે ક્રાઈમ બ્રાંચમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મહેશ સવાણીએ મગદલ્લાની જમીન વેવાઈને વેચી હતી, પીના ગુજરાતીએ વધુ પૈસા પડાવવા મહેશ સવાણીના નામની ખોટી વ્યાજ ચિઠ્ઠી ઊભી કરી હતી
વધારાના રૂપિયા 5.61 કરોડ પડાવી દેવામાં આવ્યાં હતા
સવાણીએ સંબંધ ન બગડે તે માટે રકમ વેવાઇ જગુ ખેનીને ચુકવી દીધી હતી, બાદમાં ખબર પડી કે ચિઠ્ઠી નકલી છે
મહેશ સવાણીએ પ્રવિણ ઉર્ફે પીના ગુજરાતી, તેના પુત્ર ક્રિષ્ના ગુજરાતી, મુકેશ સવાણી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. 2019માં જગુ ખેનીએ ધંધાકીય લેતી દેતી મુદ્દે કામરેજ કઠોદરાની 44 વીઘા જમીન કિરણ જેમ્સના વલ્લભ લખાણીને આપી હતી, લખાણીએ જમીનના સોદામાં નક્કી કરાયેલી રકમ પૈકી કેટલીક રકમ પીના ગુજરાતી પાસે લેવાની નીકળતી હતી.
પીના ગુજરાતીએ કિરણ જેમ્સના વલ્લભ લખાણી સાથે મગદલ્લાની જમીનનો સોદો નક્કી કર્યો હતો.જે બાદ 2020માં દસ્તાવેજ બનાવી આપવા કહેતા પીનાએ ચીઠ્ઠીની ઝેરોક્ષ જગુ ખેનીને બતાવીને મહેશ સવાણી પાસેથી 5.61 કરોડ લેવાના નીકળે છે તેમ કહ્યું હતું અને વધારાના રુુપિયા પણ ચૂકવી દેવામાં આવ્યાં હતા, બાદમાં આ ચિઠ્ઠી ખાનગી ફોરેન્સીક એક્સપર્ટને મોકલવામાં આવતાં બોગસ હોવાનું સાબિત થયું હતું, જેથી મહેશ સવાણીએ આ લોકો સામે પોલીસ ફરિયાદ કરી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/