ઉમરગામના મામલતદારે ટ્રેન નીચે પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું, અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ્ કરવા કોઇનું દબાણ હતું ?

01:31 PM Apr 14, 2026 | gujaratpost

અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ્ કરવા દબાણ હોવાની ચર્ચાઓ

સરીગામ બેઠકના અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ કરવા માટે મામલતદાર પર ઉપરથી ભારે દબાણ હોવાની ચર્ચા

એક ઇમાનદાર અધિકારીનો જીવ ગયો 

વલસાડ: ઉમરગામમાં મોડી રાત્રે મામલતદારે ટ્રેન નીચે પડતું મૂકીને જીવન ટૂંકાવી લીધું છે. જો કે હજુ સુધી આપઘાતનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. હાલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. 

વલસાડના ઉમરગામમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા ડી.સી. બ્રાહ્મણકાચ્છેને આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી લીધું છે. મામલતદારે મોડી રાત્રે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચીને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે. 

રાજ્યમાં ચૂંટણીના માહોલ વચ્ચે મામલતદારના આપઘાતથી અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે. કયા માનસિક દબાણ કે અંગત કારણોસર આ દુઃખદ ઘટના બની તે દિશામાં તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. એવું પણ ચર્ચાઇ રહ્યું છે કે અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ્ કરવા માટે તેમના પર દબાણ કરવામાં આવ્યું હતુ.