+

સમ્રાટ ચૌધરી બિહારના નવા મુખ્યમંત્રી હશે, NDA ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો સર્વાનુમતે નિર્ણય

પટનાઃ સમ્રાટ ચૌધરીને બિહારના નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યાં છે. પહેલા ભાજપ અને ત્યાર બાદ NDA ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામ પર સર્વાનુમતે મ્હોર મારવામાં આવી છે. આ નિર્ણ

પટનાઃ સમ્રાટ ચૌધરીને બિહારના નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યાં છે. પહેલા ભાજપ અને ત્યાર બાદ NDA ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામ પર સર્વાનુમતે મ્હોર મારવામાં આવી છે. આ નિર્ણય સાથે જ સત્તાનું સુકાન હવે સંપૂર્ણપણે બદલાઈ ગયું છે અને સમ્રાટ ચૌધરી ટૂંક સમયમાં સરકાર રચવાનો દાવો રજૂ કરશે.

સમ્રાટ ચૌધરીની પસંદગી અંગે પક્ષના નેતાઓએ ઉત્સાહ વ્યક્ત કર્યો છે. ભાજપના નેતા નીરજ કુમાર સિંહે જણાવ્યું કે વર્ષો પછી ભાજપને આ તક મળી છે. બિહારમાં NDA મજબૂત બનશે અને સમ્રાટ ચૌધરીના નેતૃત્વમાં રાજ્યનો અભૂતપૂર્વ વિકાસ થશે.

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તાએ કહ્યું કે આ ખૂબ જ આનંદની વાત છે. સમ્રાટ ચૌધરી નીતીશ કુમારના કાર્યોને આગળ ધપાવશે. બિહારમાં NDAની સરકાર હતી અને રહેશે, અને હવે NDAના મુખ્યમંત્રી બની રહ્યા છે તે ગૌરવની વાત છે.

જવાબદારી સોંપાયા બાદ સમ્રાટ ચૌધરીએ કેન્દ્રીય નેતૃત્વનો આભાર માનતા જણાવ્યું કે, ભાજપના વિધાનમંડળની જવાબદારી સોંપવા બદલ હું હૃદયપૂર્વક આભાર માનું છું. મારા માટે આ માત્ર એક પદ નથી, પરંતુ બિહારની જનતાની સેવા અને તેમના સપના સાકાર કરવાની પવિત્ર તક છે. હું સંપૂર્ણ નિષ્ઠા અને પ્રામાણિકતા સાથે લોકોની અપેક્ષાઓ પર ખરો ઉતરીશ. તેમણે વધુમાં ઉમેર્યું કે વડાપ્રધાનના કુશળ નેતૃત્વ અને રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ નિતિન નવીનના માર્ગદર્શન હેઠળ બિહારને સુશાસન અને સમૃદ્ધિની નવી ઊંચાઈઓ પર લઈ જશે.

સમ્રાટ ચૌધરીએ નીતીશ કુમારનો ઉલ્લેખ કરતા કહ્યું કે, મને પૂરો વિશ્વાસ છે કે નીતીશ કુમારના માર્ગદર્શનમાં બિહાર વિકાસની દિશામાં આગળ વધતું રહેશે. તેમણે મને સરકારનું કામ કરતા શીખવ્યું છે અને તેમનો સુશાસનનો મોડેલ હંમેશા પ્રેરણારૂપ રહેશે.

facebook twitter