+

ચાંદખેડા ઢોસા કાંડ: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ બાદ માતાની પૂછપરછ શરૂ

અમદાવાદ: ચાંદખેડા વિસ્તારમાં ઢોસા ખાધા બાદ બે માસૂમ બાળકીઓના શંકાસ્પદ મોત મામલે તપાસ તેજ બની છે. આ કેસમાં આજે મહત્વના અપડેટ્સ સામે આવ્યાં છે, માતા ભાવના પ્રજાપતિને કેડી હોસ્પિટલમાં

અમદાવાદ: ચાંદખેડા વિસ્તારમાં ઢોસા ખાધા બાદ બે માસૂમ બાળકીઓના શંકાસ્પદ મોત મામલે તપાસ તેજ બની છે. આ કેસમાં આજે મહત્વના અપડેટ્સ સામે આવ્યાં છે, માતા ભાવના પ્રજાપતિને કેડી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. હોસ્પિટલમાંથી બહાર આવતાની સાથે જ ચાંદખેડા પોલીસ તેમને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જ્યાં ઝોન ડીસીપી, એસીપી અને પીઆઈ જેવા ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં તેમની ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવી રહી છે.

ગઈકાલે બાળકીઓના પિતા વિમલ પ્રજાપતિની ક્રાઈમ બ્રાન્ચ અને પોલીસ દ્વારા 9 કલાક સુધી સઘન પૂછપરછ કરવામાં આવી હતી. પિતાએ પોતાની દીકરીઓની હત્યા કરી હોવાના આરોપોને નકાર્યા છે. તેમણે પોલીસ સમક્ષ એક જ વાતનું રટણ કર્યું છે કે, ખીરું ખરાબ હતું અથવા ખાવાની વસ્તુમાં કોઈ ઝેરી પદાર્થ ભળી જવાથી આ આખી દુર્ઘટના બની છે.

પોલીસે આ મામલે પરિવારના અન્ય સભ્યોના પણ નિવેદનો નોંધ્યા છે. બાળકીના કાકા, ફોઈ અને સવારે દાદીનું નિવેદન લેવાયા બાદ દાદાનું પણ નિવેદન નોંધવામાં આવ્યું છે. આ કેસમાં સૌથી મહત્વનો પુરાવો FSL રિપોર્ટ માનવામાં આવે છે, જે આજે સાંજ સુધીમાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ રિપોર્ટથી સ્પષ્ટ થશે કે મોત પાછળ ખરેખર ફૂડ પોઈઝનિંગ જવાબદાર છે કે અન્ય કોઈ કારણ.

ઉલ્લેખનીય છે કે થોજા દિવસ પહેલા ચાંદખેડાની મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ ઘનશ્યામ ડેરીમાંથી ઢોસાનું ખીરું લાવ્યા હતા. આ ખીરામાંથી બનાવેલા ઢોસા ખાધા બાદ પરિવારની તબિયત લથડી હતી, જેમાંબે બાળકીના કરુણ મોત નીપજ્યા હતા. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ડેરીમાંથી ખીરાના સેમ્પલ મેળવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

facebook twitter