+

ACB ટ્રેપઃ ગાંધીનગરમાં નાયબ મામલતદારે માંગી રૂ. 9,50,000 ની લાંચ અને પછી થયું આવું

બિપીનચંદ્ર ખેમચંદભાઇ પરમાર, નાયબ મામલતદાર, વર્ગ-3, જમીન ફાળવણી, કલેક્ટર કચેરી, ગાંધીનગર ઝડપાયા દિનેશ બુધાલાલ વાળંદ (નિવૃત્ત પટાવાળા) ની પણ અટકાયત, પ્રોપર્ટીકાર્ડના કેસમાં લાંચ લીધી અને એસીબીએ ઝડપી

બિપીનચંદ્ર ખેમચંદભાઇ પરમાર, નાયબ મામલતદાર, વર્ગ-3, જમીન ફાળવણી, કલેક્ટર કચેરી, ગાંધીનગર ઝડપાયા

દિનેશ બુધાલાલ વાળંદ (નિવૃત્ત પટાવાળા) ની પણ અટકાયત, પ્રોપર્ટીકાર્ડના કેસમાં લાંચ લીધી અને એસીબીએ ઝડપી લીધા 

ગુનાનુ સ્થળ: ગાંધીનગર કોર્ટના પાર્કીગ પાસે રોડ ઉપર ફરીયાદીની ગાડીમાં 

4,50,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા

ફરીયાદીના સાહેદના મકાનનુ પ્રોપર્ટીકાર્ડ બનાવવા કલેક્ટર કચેરીની જમીન ફાળવણી કચેરીમાં અરજી કરી હતી, આરોપીઓએ ફરીયાદી પાસે પ્રોપર્ટીકાર્ડ કઢાવવા અભિપ્રાય આપવા અને કાગળોમાં ક્ષતિ ન કાઢવા સાડા નવ લાખ રૂપિયાની લાંચ માંગી હતી. તેમાંથી સાડા ચાર લાખ રૂપિયા પહેલા આપવા જણાવ્યું હતુ. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો, જેને આધારે ગોઠવેલા લાંચના છટકામાં આરોપીઓ આવી ગયા હતા.

ટ્રેપીંગ ઓફીસરઃ કે.કે.દેસાઇ, ફીલ્ડ પો.ઇન્સ. એ.સી.બી. ગાંધીનગર એકમ 

સુપર વિઝન અધિકારી: એ.કે.પરમાર મદદનીશ નિયામક ગાંધીનગર એ.સી.બી. એકમ 

ઇન્ચાર્જ અધિકારી: હરેશ મેવાડા, નાયબ નિયામક, અમદાવાદ

Trending :
facebook twitter