+

ઈરાન-અમેરિકા વચ્ચે મોટા યુદ્ધના ભણકારા: અમેરિકાની દરિયાઈ નાકાબંધી સામે ઈરાનની ખુલ્લી ચેતવણી

વોશિંગ્ટનઃ ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. અમેરિકાએ ઈરાનના તમામ બંદરોની નાકાબંધી કરવાની જાહેરાત કરી દીધી છે. જવાબમાં ઈરાને કડક ચેતવણી આપતા કહ્યું છે કે, જો તેના બંદરોને નિશાન બનાવવા

વોશિંગ્ટનઃ ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. અમેરિકાએ ઈરાનના તમામ બંદરોની નાકાબંધી કરવાની જાહેરાત કરી દીધી છે. જવાબમાં ઈરાને કડક ચેતવણી આપતા કહ્યું છે કે, જો તેના બંદરોને નિશાન બનાવવામાં આવશે, તો ફારસની ખાડીથી લઈને ઓમાનના સમુદ્ર સુધીનું કોઈ પણ બંદર સુરક્ષિત રહેશે નહીં. આ નિવેદન બાદ સમગ્ર ક્ષેત્રમાં ભયનો માહોલ છે.

અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે તે નિયત સમય મુજબ ઈરાનના બંદરો પર આવતા-જતા જહાજોને રોકવાની કાર્યવાહી શરૂ કરશે. પાકિસ્તાનમાં બંને દેશો વચ્ચે થયેલી વાતચીત કોઈ પણ સમજૂતી વગર પૂરી થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પગલું ઈરાન પર દબાણ વધારવા માટે લેવાયું છે. ઈરાને આંતરરાષ્ટ્રીય કાયદા વિરુદ્ધની કામગીરી ગણાવી છે. ઈરાની સેના અને રિવોલ્યુશનરી ગાર્ડે ચેતવણી આપી છે કે જો ઈરાની બંદરો જોખમમાં મુકાશે તો અન્ય દેશોના બંદરો પણ સુરક્ષિત નહીં રહે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યાં અનુસાર, આ નાકેબંધી એ તમામ જહાજો પર લાગુ થશે જે ઈરાની બંદરોમાં પ્રવેશ કરશે અથવા બહાર નીકળશે, જો કે હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતા અન્ય જહાજોને મંજૂરી અપાશે.

તાજેતરમાં પાકિસ્તાનમાં થયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં કોઈ ઉકેલ આવ્યો ન હતો. અમેરિકાએ દાવો કર્યો હતો કે ઈરાને તેમની શરતો સ્વીકારી નથી. ઈરાને ઈઝરાયેલ અને અમેરિકાના હુમલાથી થયેલા નુકસાનની ભરપાઈ અને તેમની જપ્ત કરાયેલી સંપત્તિઓ મુક્ત કરવાની માંગ કરી હતી.

આ ચર્ચાઓ નિષ્ફળ ગયા બાદ જ નાકાબંધીનો નિર્ણય લેવાયો છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તે કોઈ પણ દબાણ સામે ઝુકશે નહીં અને વળતો જવાબ આપવા માટે સક્ષમ છે. 22 એપ્રિલ સુધી લાગુ યુદ્ધવિરામ બાદ સ્થિતિ વધુ વણસી શકે છે અને મોટા સંઘર્ષની આશંકા વધી ગઈ છે.

facebook twitter