અમદાવાદઃ સ્ટેટ જીએસટી વિભાગે બોગસ બિલોના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. નટરાજ મેટલ ઇન્ડસ્ટ્રીઝના માલિક અજયકુમાર શાહની આ કૌભાંડમાં ધરપકડ કરાઇ છે.
બોગસ ITC કૌભાંડના કેસમાં 11 પેઢીઓના નામો સામે આવ્યાં છે. માલની વાસ્તવિક હેરફેરી કર્યા વગર માત્ર કાગળ પર ઇન્વોઇસ બનાવીને કરચોરી કરાતી હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં અંદાજે 21.49 કરોડ રૂપિયાની આઇટીસી લઇ લેવામાં આવી છે.
સર્ચ ઓપરેશન દરમિયાન GST વિભાગે આ પેઢીઓનાં દસ્તાવેજો, કોમ્પ્યુટર અને અન્ય ડિજિટલ ઉપકરણો જપ્ત કર્યા હતા અને આ કેસમાં હજુ અન્ય કોઇ લોકોની સંડોવણી છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરી છે.