+

ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 3 દર્દીઓનાંં મોત: કુલ મૃત્યુઆંક 12 પર પહોંચ્યો

8 દર્દીઓ હજુ સારવાર હેઠળ ભાવનગરમાં જૂની પોલીસ લાઈનની સામે આવેલા ગ્રાઉન્ડમાંથી રોયલ સ્ટેગ બ્રાન્ડની બે ખાલી બોટલો મળી ભાવનગર: નકલી ઈંગ્લિશ દારૂના લઠ્ઠાકાંડમાં સ્થિતિ વધુ ગંભીર બની છે. 22 ઓગસ્
  • 8 દર્દીઓ હજુ સારવાર હેઠળ
  • ભાવનગરમાં જૂની પોલીસ લાઈનની સામે આવેલા ગ્રાઉન્ડમાંથી રોયલ સ્ટેગ બ્રાન્ડની બે ખાલી બોટલો મળી

ભાવનગર: નકલી ઈંગ્લિશ દારૂના લઠ્ઠાકાંડમાં સ્થિતિ વધુ ગંભીર બની છે. 22 ઓગસ્ટે સારવાર હેઠળ રહેલા વધુ 3 દર્દીઓએ દમ તોડતાં આ ગોઝારી ઘટનામાં કુલ મૃત્યુઆંક વધીને 12 પર પહોંચી ગયો છે. હાલ 8 જેટલા દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યાં છે.

ભાવનગરના ઘોઘા રોડ વિસ્તારમાં રહેતા અને સર ટી હોસ્પિટલમાં અત્યંત ગંભીર હાલતમાં સારવાર લઈ રહેલા અવિનાશ પરમારનું મોત નીપજ્યું હતું. ભરતનગરના વર્ધમાનનગરમાં રહેતા હાર્દિક હરેશભાઈ કિલજીનું દારૂ પીધાના પાંચમા દિવસે સર ટી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. તબિયત બગડતાં તેમને પહેલાં ખાનગી હોસ્પિટલમાં અને બાદમાં વધુ ગંભીર હાલતમાં સર ટી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ઉપરાંત ભાવનગરમાં નકલી ઈંગ્લિશ દારૂ પીધા બાદ સુરત સારવાર અર્થે ગયેલા અને બ્રેઈનડેડ જાહેર કરાયેલા સંજયસિંહ ડોડિયાનું અચાનક હૃદય બંધ પડી જતાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. સર ટી હોસ્પિટલમાં મહીસાગરના મુકેશ ડામોર અને ભાર્ગવ નામના દર્દી સહિત અન્ય લોકો સારવાર હેઠળ છે, જેમાંથી મુકેશ અને ભાર્ગવની સ્થિતિ હજુ પણ ક્રિટિકલ જણાવવામાં આવી રહી છે. 

બીજી તરફ, તપાસ દરમિયાન ભાવનગરમાં જૂની પોલીસ લાઈનની સામે આવેલા ગ્રાઉન્ડમાંથી 'રોયલ સ્ટેગ' બ્રાન્ડની બે ખાલી બોટલો મળી આવતાં પોલીસે તે દિશામાં પણ તપાસ લંબાવી છે. 18 ઓગસ્ટે પ્રકાશમાં આવેલા આ કાંડને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

facebook twitter