જમ્મુ-પૂંછ હાઈવે પર મોટો અકસ્માત, મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ખાબકતા 20 લોકોનાં મોત

07:51 PM May 30, 2024 | gujaratpost

શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં ભક્તોને લઈને જતી બસ રસ્તા પરથી લપસીને ખીણમાં પડી જતાં 20 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ઘણા મુસાફરો ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે જિલ્લાના કાલીધર વિસ્તારમાં બસ રસ્તા પરથી લપસીને લગભગ 150 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. બસ ભક્તોને શિવખોડી લઈ જઈ રહી હતી. બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યાં છે.

ડ્રાઇવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો

ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવી દેતા આ દુર્ઘટના ઘટી હતી. જમ્મુની મેડિકલ કોલેજમાં રીફર કરવામાં આવ્યાં છે. ઘણા મુસાફરોની હાલત નાજુક છે.

બસ જમ્મુથી શિવખોડી જઈ રહી હતી

ઉત્તર પ્રદેશ નંબરની આ બસ જમ્મુથી શિવખોડી જઈ રહી હતી. આ દરમિયાન તે અખનૂરના તુંગી મોર ખાતે ઊંડી ખાઈમાં પડી ગઈ હતી. બસમાં 60થી વધુ મુસાફરો સવાર હતા. ઘટનાસ્થળે બચાવ કામગીરી હાથધરી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526