ઉધમપુરમાં અકસ્માત, CRPF જવાનોનું વાહન 200 ફૂટ ઊંડી ખાઈમાં પડ્યું, 3 જવાનો શહીદ, 10 ઘાયલ

09:22 PM Aug 07, 2025 | gujaratpost

શ્રીનગરઃ ઉધમપુર જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. બસંતગઢ વિસ્તારમાં 200 ફૂટ ઊંડી ખાઈમાં વાહન પડતાં ત્રણ CRPF જવાનો શહીદ થયા છે. આ અકસ્માતમાં ઘણા CRPF જવાનો ઘાયલ થયા છે. ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક વહીવટીતંત્ર અને રાહત ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને ઘાયલોને બચાવી લેવામાં આવ્યાં હતા અને બસંતગઢ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે, કેટલાક સૈનિકોની હાલત ગંભીર છે.

સૈનિકો એક ઓપરેશનમાંથી પરત ફરી રહ્યાં હતા

આ ઘટના સવારે લગભગ 10:30 વાગ્યે કડવા વિસ્તારમાં બની હતી. તે સમયે સૈનિકો બસંતગઢથી ઓપરેશનમાંથી પરત ફરી રહ્યાં હતા. અર્ધલશ્કરી દળની 187મી બટાલિયન વાહનમાં મુસાફરી કરી રહી હતી. ઉધમપુરના એડિશનલ એસપી સંદીપ ભટે જણાવ્યું કે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી અને તમામ ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.

એલજી મનોજ સિન્હાએ દુઃખ વ્યક્ત કર્યું

જમ્મુ- કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વિટર પર લખ્યું છે કે, ઉધમપુર નજીક થયેલા અકસ્માતમાં CRPF જવાનોના શહીદથી હું દુઃખી છું. રાષ્ટ્ર પ્રત્યેની તેમની અનુકરણીય સેવાને આપણે ક્યારેય ભૂલીશું નહીં. શોકગ્રસ્ત પરિવારો સાથે મારી સંવેદના છે. ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે હું પ્રાર્થના કરું છું. મેં વરિષ્ઠ અધિકારીઓને શ્રેષ્ઠ શક્ય સંભાળ અને સહાય સુનિશ્ચિત કરવા સૂચના આપી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++