+

RCB vs GT ફાઇનલ પછી મોટો અકસ્માત, ગુજરાત ટાઇટન્સની બસમાં લાગી આગ, ખેલાડીઓ માંડ માંડ બચ્યા

અમદાવાદઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 ની ફાઇનલમાં હાર બાદ ગુજરાત ટાઇટન્સ એક મોટી દુર્ઘટનામાંથી બચી ગઇ છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી હોટલ પરત ફરતી વખતે ટીમની બસમાં અચાનક આગ લાગી હતી, જેના કારણે ખ

અમદાવાદઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 ની ફાઇનલમાં હાર બાદ ગુજરાત ટાઇટન્સ એક મોટી દુર્ઘટનામાંથી બચી ગઇ છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી હોટલ પરત ફરતી વખતે ટીમની બસમાં અચાનક આગ લાગી હતી, જેના કારણે ખેલાડીઓમાં ડરનો માહોલ ફેલાઇ ગયો હતો. બધા ખેલાડીઓ અને સ્ટાફને સમયસર બસમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યાં હતા અને મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.

શોર્ટ સર્કિટને કારણે જીટી બસમાં આગ લાગી

શોર્ટ સર્કિટને કારણે ગુજરાત ટાઇટન્સની બસમાં આગ લાગી હતી, જેના કારણે બસમાંથી ધુમાડો અને આગના ગોટેગોટા નીકળવા લાગ્યાં હતા. આગને કારણે ખેલાડીઓ લગભગ એક કલાક સુધી રસ્તા પર ફસાયેલા રહ્યાં હતા. અકસ્માત બાદ ટીમ મેનેજમેન્ટે બીજી બસની વ્યવસ્થા કરી અને ખેલાડીઓને હોટેલ લઈ ગયા હતા. બધા ખેલાડીઓ સુરક્ષિત છે. 

facebook twitter